માર્ચમાં ચંદ્રયાન-2 મોકલશે ભારત, ચીન સહિત અન્ય દેશોને પછાડશે
ઈસરો વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં ગગનયાન મિશન દ્વારા ત્રણ લોકોને અંતરિક્ષમાં મોકલશે, જે દેશનું પ્રથમ માનવ મિશન હશે
નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન એટલે કે ઈસરો આ વર્ષે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2 મિશન પુરૂં પાડશે. ઈસરોના ચેરમેન ડો. કે સિવને જણાવ્યું કે, ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ અત્યંત એડવાન્સ્ડ છે. ઈસરોના ચેરમેનના જણાવ્યા અનુસાર, ચીને માનવ મિશન ભલે પુરું કરી લીધું હોય, પરંતુ ભારત જ્યારે 2021માં અંતરિક્ષમાં માનવ મોકલશે ત્યારે તે અંતરીક્ષ ટેક્નોલોજીમાં ચીનને સમકક્ષ આવી જશે.
ઉલ્લેખનીય છે કે, ઈસરો વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં ગગનયાન મિશન દ્વારા ત્રણ લોકોને અંતરિક્ષમાં મોકલવાનું આયોજન કરી રહ્યું છે. દેશનું આ પ્રથમ માનવ મિશન હશે અને આ મિશનતી પહેલા તેના અંગેની તૈયારીઓની ચકાસણી માટે ડિસેમ્બર 2020 અને જુલાઈ 2021 સુધીમાં બે માનવ રહિત યાન અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
યુપી સરકારે 10 ટકા અનામત લાગુ કરી, દેશનું ત્રીજું રાજ્ય બન્યું
ઈસરોના ચેરમેન ડો. કે. સિવનના જણાવ્યા અનુસાર, "ભારત કોઈ પણ બાબતે ચીનથી પાછળ નથી. ચીને અંતરિક્ષમાં માનવ મિશન ભલે પુરું પાડી દીધું હોય, પરંતુ ગગનયાન મિશનની સફળતાની સાથે જ ભારત ચીનને સમકક્ષ આવી જશે."
ઈસરોના સિનિયર વૈજ્ઞાનિક વિવેક સિંહના જણાવ્યા અનુસાર, "આજના યુગમાં ટેક્નોલોજી ઘણી એડવાન્સ્ડ થઈ ચૂકી છે. અગાઉ જ્યારે માનવને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે તેના પહેલા અંતરિક્ષ યાનમાં પ્રાણીઓને મોકલવામાં આવતા હતા. જેનો હેતુ એ જોવાનો હતો કે અંતરિક્ષમાં જીવન માટે કઈ-કઈ બાબતો જરૂરી છે. આજે આપણી પાસે એવા રોબોટ છે જે એ જાણી શકે છે કે અંતરિક્ષ યાનને કઈ-કઈ વસ્તુઓની જરૂર હોય છે."
Video : હેરાન કરનાર શખ્સના મહિલાએ કર્યા એવા હાલ કે જોતા રહી ગયા લોકો
ઈસરો માટે વર્ષ 2019 અત્યંત મહત્વનું છે, કેમ કે તે આ વર્ષે 32 જેટલા લોન્ચિંગ કાર્યક્રમ પાર પાડવાનું છે. માર્ચ મહિના અંતમાં ચંદ્રયાન-2 લોન્ચ થવાનું છે. ત્યાર બાદ 14 લોન્ચ વ્હિકલ અને 18 ઉપગ્રહને પણ અંતરિક્ષમાં મોકલવાની યોજના છે.
ઉલ્લેખનીય છે કે, ચીનનું સંશોધક યાન ચેંગ E-4 (Chang' e-4) ચંદ્રની પાછળની સપાટી પર ઉતરવામાં સફળ થયું છે. ચીનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ યાન ચંદ્રની બીજી બાજુએ ઉતર્યું હોય. આ યાનમાં વૈજ્ઞાનિક સંશોધન માટેના ઉપકરણ ફીટ કરેલા છે. જોકે, ચીન ચંદ્રની આપણને દેખાતી સપાટી ઉપર તો અનેક યાન અગાઉ મોકલી ચૂક્યું છે.