નવી દિલ્હી: દેશને દિશા આપનારા IndiaKaDNA E-Conclaveમાં કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે કોર્ટમાં જનહિત અરજીઓના દુરઉપયોગ પર કહ્યું કે જનહિત અરજીઓ લોકોના હિત માટે નથી. હારેલા લોકો કોર્ટ દ્વારા રાજકારણ ખેલી રહ્યાં છે. જે યોગ્ય નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#IndiaKaDNA: આજે દેશમાં એક વિધાન, એક સંવિધાન: મુખ્તાર અબ્બાસ નકવી


ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, 'હારેલા હતાશ લોકો કોર્ટ દ્વારા રાજકારણ રમે છે. દરેક વાત પર જનહિત અરજી દાખલ કરવી એ ખોટી વાત છે. જનહિત અરજી લોકોના હિત માટે હોવી જોઈએ.'


અમૂલ ઈન્ડિયાના કાર્ટુન પર ટ્વીટરની કાર્યવાહીની ટીકા કરતા કાયદા મંત્રીએ કહ્યું કે ઈન્ટરનેટને કંટ્રોલ કરવું એ યોગ્ય નથી. વિચારોના પ્રગટીકરણ પર રોક લગાવવી જોઈએ નહીં. ટ્વીટરે અમૂલના ટ્વીટર એકાઉન્ટને સસ્પેન્ડ કરીને સારું કર્યું નથી. એ વાત અલગ છે કે તેમણે ફરીથી એકાઉન્ટને બહાલ કર્યું. બહારની કંપનીઓ વિચારો પર રોક લગાવી શકે નહીં.


#IndiaKaDNA: UPમાં તબલીગી જમાત બની પડકાર: CM યોગી આદિત્યનાથ


કાયદા મંત્રીએ કહ્યું કે પીએમ મોદીએ યોગ્ય સમયે લોકડાઉનનો નિર્ણય લીધો હતો. લોકડાઉનમાં ભારત અટક્યું નહીં. કોરોના વાયરસના સંક્રમણના કેસમાં ભારતની સ્થિતિ દુનિયા કરતા સારી છે. કોરોના સામે સમગ્ર દુનિયા નતમસ્તક છે. ભારતમાં રિકવરી રેટ 48 ટકા છે. 37 કરોડ એકાઉન્ટમાં સરકારે પૈસા પહોંચાડ્યા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube