નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા Zee News ના મંચ પર રાજનીતિના મહાસંવાદ ‘#IndiaKaDNA’માં ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રહ્મણ્ય સ્વામીએ કહ્યું કે ભાજપને પૂર્ણ બહુમત મળશે, તે સંપૂર્ણ વિશ્વાસ છે. આ સમયે અમે એક મજબૂત સરકાર જોઇએ, જે દુશ્મનોને જવાબ આપી શકે. જોકે, તેમણે તે દરમિયાન ખુલ્લેઆમ નાણામંત્રી અરૂણ જેટલી પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, અરૂણ જેટલીને અર્થવ્યવસ્થા વિશે કોઇ જાણકારી નથી. હું તો તેમણે જણતો પણ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આતંકીઓ પર અવકાશમાંથી નજર રાખશે ભારત, ISROએ લોન્ચ કર્યું એમિસેટ


સ્વામી દ્વારા કહેવામાં આવેલી મુખ્ય વાતો
નોટબંધી કલ્પના સારી હતી, પરંતુ નાણા મંત્રાલયની તરફથી સંપૂર્ણ તૈયારી કરવામાં આવી ન હતી.
રઘૂરામ રાજનને હટાવા માટે ઘણા પ્રયાસો કરવા પડ્યા હતા.
જેટલીને અર્થવ્યવસ્થા વિશે કોઇ જાણકારી નથી.
હું તો અરૂણ જેટલીને જાણતો પણ નથી.
ચિદમ્બરમને પણ અર્થવ્યવસ્થાની કોઇ જાણકારી ન હતી.
દેશમાં અર્થવ્યવસ્થાને જાણનાર એકમાત્ર નાણામંત્રી મનમોહન સિંહ હતા.
અમારી પાર્ટી લોકતાંત્રિક પાર્ટી છે, તેમણે તથ્યો પર આધારિક વાતોને માનવી જોઇએ.


#IndiaKaDNA LIVE: રાહુલ અને સોનિયા ગાંધી જલદી જેલમાં જશે: સુબ્રમણ્યમ સ્વામી


જનરલ વીકે સિંહે કહ્યું કે, ફોજી હોવાના કારણે મને ગુસ્સો આવે છે. જ્યારે કોઇ ફોજ પર આંગળી ચિંધે છે. ટોચના નેતૃત્વએ 1971 બાદ નિર્ણાયક નિર્ણય લીધો કે ભારત સીમાઓમાં નથી બધાયેલું. એટલા માટે જે લોકો પોતાની સેનાઓ પર શંકા કરે છે, તેમને કોઇ શબ્દકોશમાં કોઇ શબ્દથી આંકવામાં આવી શકતા નથી. તેમણે કહ્યું કે, સેના જ્યારે તેમનું કામ કરતી હોય છે ત્યારે તે કામ પૂર્ણ થાય બાદ જણાવે છે. સેનાના પરાક્રમ પર જે રાજનીતિ થઇ રહી છે. તે નિક્રષ્ટ રાજનીતિ છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...