નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા ઝી ન્યૂઝના મંચ પર રાજકારણના મહાસંવાદ IndiaKaDNAમાં પૂર્વ સેના અધ્યક્ષ અને કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંહે સેનાના પરાક્રમ પર સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે સેનાના પરાક્રમ પર જે રાજકારણ રમાઈ રહ્યું છે તે નિક્રષ્ટ રાજકારણ છે. જે લોકો પોતાની સેનાઓ પર શક કરે છે તેમને કોઈ શબ્દકોશના કોઈ શબ્દથી આંકી શકાય નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#IndiaKaDNA LIVE: 2014માં લોકોને મોદીજીનું નામ ખબર હતી, 2019માં કામ ખબર છે- રાજ્યવર્ધન રાઠોડ


જનરલ વી કે સિંહે કહ્યું કે ફૌજી હોવાના નાતે મને ગુસ્સો આવે છે, જ્યારે કોઈ સેના પર આંગળી ઉઠાવે છે. ટોચના નેતૃત્વએ 1971 બાદ નિર્ણાયક ફેસલો લીધો કે ભારત સરહદોમાં બંધાઈને રહેશે નહીં. આથી જે લોકો પોતાની સેનાઓ પર શક  કરે છે તેમને કોઈ પણ શબ્દકોષના શબ્દથી આંકી શકાય નહીં. તેમણે કહ્યું કે સેનાઓ જ્યારે પોતાનું કામ કરે છે તો તેને પૂરું કરીને બતાવે છે. સેનાના પરાક્રમ પર જે રાજકારણ રમાઈ રહ્યું છે તે નિક્રષ્ટ રાજકારણ છે. 


વી કે સિંહે કહ્યું કે આજે આખો દેશ  ભારતની સામે તેની પ્રગતિ, આર્થિક નીતિઓ તરફ જૂએ છે. ભારત તરફથી ચીનની સાથે સમજી વિચારીને લેવાયેલા પગલા કે પાડોશી દેશ સાથે સંબંધ સારા કરવા તરફ વધારે ભાર અપાવો જોઈએ. સરહદ વિવાદમાં ખુબ બારીકાઈ છે. ચીન દ્વારા પાકિસ્તાનને સમર્થન કરવાના સવાલ પર બોલતા તેમણે કહ્યું કે આપણે ઈરાક, રશિયા અને અમેરિકા બધાની સાથે સારા સંબંધ રાખીએ છીએ, તે આપણી કૂટનીતિક તાકાત છે. 


#IndiaKaDNA: દેશમાં અર્થવ્યવસ્થાને જાણનાર એકમાત્ર નાણામંત્રી મનમોહન સિંહ રહ્યા- સ્વામી


તેમણે કડક ભાષામાં કહ્યું કે પાકિસ્તાન કટોરો લઈને દુનિયામાં ફરી રહ્યું છે. તેની મનોવૃત્તિ ફક્ત ભારતને હેરાન કરવાની છે. વિપક્ષ દ્વારા શક્તિ મિશન પર સવાલ ઉઠાવવાના મુદ્દે તેમણે કહ્યું કે મિશન શક્તિને રાજકારણ અને ચૂંટણી સાથે જોડવું એ હાસ્યાસ્પદ હશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...