નવી દિલ્હી: પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે ચીન સરહદ વિવાદ પર કહ્યું કે દેશને પીએમ મોદી પર ભરોસો છે. દેશને દિશા દેખાડનારા IndiaKaDNA E-Conclave માં વાતચીત દરમિયાન સિંહે કહ્યું કે ચીન સરહદ વિવાદ ખુબ જૂનો છે. તેમણે કહ્યું કે, 'ચીન સરહદ વિવાદ પર કોંગ્રેસે રાજકારણ ખેલ્યું. કોંગ્રેસ પોતાના પાપનો દોષ બીજાના માથે ન નાખી શકે. પૂર્વ પીએમ નહેરુએ કાશ્મીર પર એકતરફી યુદ્ધવિરામ જાહેર કર્યો.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#IndiaKaDNA: શું 2024 સુધીમાં PoK ભારતનું થઈ જશે? રક્ષામંત્રી રાજનાથ સિંહનો જવાબ ખાસ જાણો 


કાશ્મીરમાં આતંકવાદના મુદ્દે સિંહે કહ્યું કે 'કાશ્મીરમાં આતંક છેલ્લા તબક્કામાં છે. કાશ્મીરના યુવાઓ ભારતની વિકાસ યાત્રા સાથે જોડાવવા માંગે છે અને આગળ પણ કાશ્મીરી યુવાઓ આતંકનો રસ્તો છોડશે.'


#IndiaKaDNA: બહારની કંપનીઓ વિચારો પર રોક લગાવી શકે નહીં: રવિશંકર પ્રસાદ 


કોરોના પર પૂછાયેલા એક સવાલના જવાબમાં સિંહે કહ્યું કે દુનિયાની સરખામણીમાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. પીપીઈ કિટ બનાવવામાં ભારત આત્મનિર્ભર બન્યું છે. કોરોનાથી આપણને આપણી તાકાત ખબર પડી. દુનિયા ભારત પાસેથી પ્રેરણા લઈ રહી છે. ભારત દુનિયામાં આર્થિક તાકાત બનશે. સરકાર રોજગારી પેદા કરવા તરફ કામ કરી રહી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube