નવી દિલ્હી: ગલવાન ઘાટી (Galvan Valley)માં ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને ધ્યાનમાં રાખતાં સુરક્ષા એજન્સીઓ સતત ડ્રેગનની સૈન્ય ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહી છે. સુરક્ષા એજન્સીઓએ 4000 હજાર કિલોમીટરની વાસ્તવિકત નિયંત્રણ રેખા (LAC)થી અડીને આવેલા વિસ્તારોમાં 6 સેટેલાઇટ લાગાવવાની માંગ કરી છે. સુરક્ષા એજન્સીઓનં કહેવું છે કે LAC ના ખીણવાળા વિસ્તારમાં ચીની સેનાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ચારમાંથી છ ઉપગ્રહ (Satellites)ની જરૂર છે. તેના દ્વારા ચીની સેનાની દરેક હલચલ પર નજર રાખવી સરળ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે ભારતીય સુરક્ષા એજન્સીઓને સેટેલાઇટની જરૂરિયાત મહેસુસ થઇ રહી છે કારણ કે ચીની સેનાએ LAC અડીને આવેલા શિનજિયાંગ ક્ષેત્રમાં એક અભ્યાસની આડમાં ભારે હથિયાર અને તોપખાના સાથે 40,000થી વધુ સૈનિક એકઠા થયા છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર ભારતીય ક્ષેત્ર અને એલએસી પર ખીણવાળા ક્ષેત્રોમાં ચીની બળોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સેટલાઇટ જરૂરી છે.


સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે ભારતીય સૈન્ય બળ પાસે પહેલાંથી જ કેટલાક સૈન્ય ઉપગ્રહ છે જેનો પ્રયોગ વિરોધીઓ પર બાજ નજર રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ ક્ષમતાને વધુ મજબૂત કરવાની જરૂર છે. હાલ ચીની સૈનિક પૈંગોન્ગ ત્સો સરોવર પાસે ફિંગર 4 ક્ષેત્રમાં ભારતીય વિસ્તારમાં ઉપલબ્ધ છે અને ત્યાંથી પરત જવા માટે તૈયાર નથી. આ સાથે જ તે ગોગરા વિસ્તારમાં ફિંગર 5 પર નિરીક્ષણ ચોકીનું નિર્માણ કરવા ઇચ્છે છે. તે તેના પર કામ કરી રહી છે. 


ભારતીય સુરક્ષા એજન્સીઓનું માનીએ તો ચીની સેનાના જવાનોએ પોતાના તોપખાનાને ભારતીય ક્ષેત્ર તરફથી લાવવાનું શરૂ કરી દીધું અને ઘણા સ્થળો પર સ્થળાંતરિત પણ કરી દીધું. ઘણા ચીની સૈનિક લેહના કેટલાક સ્થળોમાં પહોંચી ચૂક્યા છે. આ તમામ સૈનિક ઘાતક હથિયારો અને ગોળા બારૂદથી સજ્જ છે અને ભારતીય વિસ્તારની નજીક છે. જાણકારી અનુસાર લેહ સહિત 14 કોપ્સ મુખ્યાલય (Corps headquarter) ભારતીય ક્ષેત્રમાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube