UP: કુશીનગરમાં ભારતીય IAFનું ફાઈટર વિમાન ક્રેશ, પાઈલટે પેરાશૂટથી કૂદીને જીવ બચાવ્યો
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં આજે એક મોટી દુર્ઘટના ટળી. ભારતીય વાયુસેનાનું ફાઈટર વિમાન જગુઆર ક્રેશ થઈ ગયું.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના કુશીનગરમાં આજે એક મોટી દુર્ઘટના ટળી. ભારતીય વાયુસેનાનું ફાઈટર વિમાન જગુઆર ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટના હેતિમપુર પાસે ઘટી. ઘટનાસ્થળની નજીક જ ભરચક વસ્તી છે. કહેવાય છે કે અકસ્માતની બરાબર પહેલા જ પાઈલટે પેરાશૂટથી છલાંગ લગાવીને જીવ બચાવ્યો. ત્યારબાદ ફાઈટર વિમાન ક્રેશ થઈને ખેતરમાં પડ્યું અને આગ ફાટી નીકળી.
આ અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયાં. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ અકસ્માત કયા કારણે સર્જાયો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. કહેવાય છે કે આ ફાઈટર વિમાને ગોરખપુર એરફોર્સ બેઝથી ઉડાણ ભરી હતી. ભારતીય વાયુસેનાનું કહેવું છે કે અક્સમાતનો ભોગ બનેલું વિમાન પોતાના રૂટિન મીશન પર હતું. પાઈલટ સુરક્ષિત છે. અકસ્માતની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ અપાયા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...