નવી દિલ્હીઃ 8 ડિસેમ્બરે થયેલી હેલીકોપ્ટર દુર્ઘટનામાં જીવિત બચનાર એકમાત્ર વ્યક્તિ ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ છે. તેમની સારવાર કમાન્ડ હોસ્પિટલ, બેંગલુરૂમાં ચાલી રહી છે. દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવત અને 12 અન્ય લોકોના નિધન થયા હતા. ભારતીય વાયુ સેના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતીય વાયુ સેના અધિકારી ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની સ્થિતિ નાજુક પરંતુ સ્થિત બનેલી છે. તેમની સલામતી માટે દેશભરમાં દુવાઓ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાના સૂત્રો અનુસાર ગ્રુપ કેપ્ટન સિંહનું અત્યાર સુધી ત્રણવાર ઓપરેશન કરવામાં આવી ચુક્યુ છે. ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહના પિતા કર્નલ (સેવાનિવૃત્ત) કેપી સિંહ પણ બેંગલુરૂ પહોંચી ચુક્યા છે. પિતા કર્નલ કેપી સિંહ સેનામાંથી નિવૃત્ત છે. તેઓ ઉત્તરપ્રદેશના દેવરિયામાં રૂદ્રપુર કોતવાલી ક્ષેત્રના કન્હૌલી ગામમાં રહે છે. તેમણે મધ્યપ્રદેશના ભોપાલમાં પોતાનું મકાન બનાવી રાખ્યુ છે. તેઓ પત્ની ઉમા સિંહની સાથે ત્યાં રહે છે, જ્યારે વરૂણ સિંહના ભાઈ તનુજ સિંહ નૌસેનામાં છે. વર્તમાનમાં ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની તૈનાતી તમિલનાડુના વેલિંગટનમાં છે. વરૂણ સિંહના પરિવારમાં પત્ની ગીતાંજલિ અને પુત્ર રિદ્ધિમન તથા પુત્રી આરાધ્યા છે.


આ પણ વાંચોઃ Farmers Killed In Accident: પ્રદર્શન સ્થળથી ઘરે જઈ રહેલા બે કિસાનોના રોડ અકસ્માતમાં મોત


શૌર્ય પદથી સન્માનિત છે ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ
મહત્વનું છે કે ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ ખુબ અનુભવી પાયલટ છે. તેમનું શૌર્ય ચક્રથી સન્માન થઈ ચુક્યુ છે. તે શાંતિના સમયમાં અપાતો સૌથી મોટો મેડલ છે. આ મેડલ તેમને એલસીએ તેજસની ઉડાન દરમિયાન સામે આવેલી આપાત સ્થિતિમાં ખુદને સાવધાનીથી બચાવવા માટે આપવામાં આવ્યો હતો. 12 ઓક્ટોબર 2020ના તેઓ તેજસની ઉડાન પર હતા. આ વિમાનને તેઓ એકલા ઉડાવી રહ્યા હતા. ત્યારે આ વિમાનમાં ખામી સામે આવી હતી. કાકપિટની પ્રેશર સિસ્ટમ ખરાબ હોવાથી સ્થિતિ બેકાબૂ થઈ રહી હતી. તેમણે વિલંબ કર્યા વગર સ્થિતિને સંભાળી અને યોગ્ય નિર્ણય લીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube