Farmers Killed In Accident: પ્રદર્શન સ્થળથી ઘરે જઈ રહેલા બે કિસાનોના રોડ અકસ્માતમાં મોત


Farmers Killed In Accident: આ કિસાન પ્રદર્શન સ્થળથી ટ્રેક્ટર દ્વારા પોતાના ઘરે જઈ રહ્યાં હતા. આ દરમિયાન શનિવારે સવારે આશરે 5 કલાકે એક કેન્ટરે ટ્રેક્ટરને ટક્કર મારી હતી. 

Farmers Killed In Accident: પ્રદર્શન સ્થળથી ઘરે જઈ રહેલા બે કિસાનોના રોડ અકસ્માતમાં મોત

નવી દિલ્હીઃ Farmers Killed In Accident: હરિયાણાના હિસાર જિલ્લામાં શનિવારે ટિકરી બોર્ડર પર પ્રદર્શન સ્થળેથી ઘરે પરત ફરી રહેલા પંજાબના બે કિસાનોના રોડ અકસ્માતમાં મોત થઈ ગયા છે. મૃતકની ઓળખ સુખદેવ સિંહ અને અજયપ્રીત સિંહના રૂપમાં થઈ છે, જેની ઉંમર ક્રમશઃ 40 વર્ષ અને 32 વર્ષ છે. બંને કિસાન મુક્તસર જિલ્લાના ગિદ્દડબાહાના અસ્સા બુટ્ટૂર ગામના રહેવાસી હતા. તો દુર્ઘટનામાં એક યુવક ઈજાગ્રસ્ત થઈ ગયો, જેની ઓળખ રઘબીર સિંહના રૂપમાં થઈ છે. 

આ લોકો પ્રદર્શન સ્થળેથી ટ્રેક્ટરથી પોતાના ગામ પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન શનિવારે સવારે આશરે 5 કલાકે એક કેન્ટરે ટ્રેક્ટરને ટક્કર મારી દીધી. મૃતક અન્ય લોકોની સાથે ગુરૂવારે ટિકરી બોર્ડર પર ગયા હતા. મહત્વનું છે કે ત્રણ કૃષિ કાયદા પરત લીધા બાદ અને કેન્દ્ર તરફથી કિસાનોની અલગ માંગ માની લેવામાં આવતા સંયુક્ત કિસાન મોર્ચાએ કિસાન આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. 

ઘરે પરત ફરી રહ્યાં હતા કિસાન
આંદોલન સ્થગિત થયા બાદથી દિલ્હી-હરિયાણા બોર્ડર પર ધરણા સ્થળ ખાલી કરવામાં આવી રહ્યું છે અને કિસાનો પોતાના ઘરે જઈ રહ્યાં છે. કિસાનો આજે પોતાની જીતનો જશ્ન મનાવતા વિજય રેલી કાઢી પોતાના ગામ જવા રવાના થયા છે. આ વચ્ચે દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. 

આંદોલન સ્થગિત કરવાની જાહેરાત બાદ કિસાન નેતાઓએ જણાવ્યું હતું કે 11 ડિસેમ્બરથી કિસાનોની ઘર વાપસી થશે અને 13 ડિસેમ્બરે સ્વર્ણ મંદિર જશે. તો કિસાન નેતાઓએ જણાવ્યું કે સંયુક્ત કિસાન મોર્ચો યથાવત રહેશે. દર મહિનાની 15 તારીખે બેઠક થશે અને કિસાનોના મુદ્દા પર આંદોલન યથાવત રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news