નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ રશિયા સાથે 1500 કરોડ રૂપિયાની R-27 મિસાઇલ ખરીદવા માટે વધારે એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. આ મિસાઇલનું વજન 253 કિલોગ્રામ છે. R-27 ને 60 કિલોમીટરની રેંજ સુધી 25 કિલોમીટરની ઉંચાઇથી લોંચ કરવામાં આવી શકે છે. હાલમાં ભારત અને રશિયા વચ્ચેની આ બીજી સૌથી મોટી ડીલ છે. આ અગાઉ ભારતે રશિયા સાથે 200 કરોડ રૂપિયાની એંટી ટેંક મિસાઇલ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એંટી ટેંક મિસાઇલને Mi-35 એટેક ચોપર સાથે જોડવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશાંત કિશોર મમતા બેનર્જી માટે ફુંક્યો શંખ, TMCને મજબુત કરવા આવું આયોજન
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મિસાઇલોને સરકારે 10 I યોજના હેઠળ લેવાનો નિર્ણય લીધો છે. જેના હેઠળ સૈન્યની ત્રણેય પાંખ પાસે પુરતી સાધનસામગ્રી રહે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. રશિયાએ આ મિસાઇલોને પોતાનાં મિગ અને સુખોઇ સીરીઝ ફાઇટર પ્લેન પર ફરજંદ કરવા માટે તૈયાર કરી છે. અગાઉ ભારત પાસે મધ્યમથી લાંબા અંતર સુધીની રેંજમાં માર કરવાની ક્ષમતા હશે. 


મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા સાથે J-Kમાં પણ વિધાનસભા ચૂંટણીનું આયોજન
રોસગુલ્લા સામે રસાગોલાની જીત, ઓડિશાના દાવાને સરકારે મંજુર રાખ્યો
સંરક્ષણ મંત્રાલય દ્વારા ઇમરજન્સી જરૂરિયાતો માટે મંજુરી અપાયા બાગ તત્ત 50 દિવસમાં ભારતીય વાયુસેનાએ અત્યાર સુધી પોતાને જરૂરી તેવા 7600 કરોડ રૂપિયાનાં વિવિધ સોદાઓ કર્યા છે. આ જ વર્ષે 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સરકારે ત્રણેય દળોને કોઇ પણ જરૂરી સામગ્રીઓ ખરીદવા માટે ઇમરજન્સી શક્તિઓ આપી છે.