પ્રશાંત કિશોર મમતા બેનર્જી માટે ફુંક્યો શંખ, TMCને મજબુત કરવા આવું આયોજન

2014 લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની જીતમાં મુખ્ય ભુમિકા નિભાવીને સમાચારમાં આવેલા પ્રશાંત કિશોરે ટીએમસીને મજબુત કરવા માટે જોરશોરથી કામ કરવાનું ચાલુ કરી દીધું છે. પ્રશાંતે આજે કોલકાતામાં પોતાનાં પહેલા અભિયાનની શરૂઆત કરી હતી. આયોજિત કાર્યક્રમમાં સમગ્ર બંગાળથી ટીએમસીનાં 1200થી વધારે પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મળતી માહિતી અનુસાર પ્રશાંતે પોતાનાં અભિયાન હેઠળ આગામી 100 દિવસ સુધી તેઓ 1000થી વધારે સ્થળો પર કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે. જેમાં પાર્ટી નેતાઓની સાથે દરેક સ્તરનાં નેતાઓ પણ જોડાશે.

Updated By: Jul 29, 2019, 07:59 PM IST
પ્રશાંત કિશોર મમતા બેનર્જી માટે ફુંક્યો શંખ, TMCને મજબુત કરવા આવું આયોજન

નવી દિલ્હી : 2014 લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની જીતમાં મુખ્ય ભુમિકા નિભાવીને સમાચારમાં આવેલા પ્રશાંત કિશોરે ટીએમસીને મજબુત કરવા માટે જોરશોરથી કામ કરવાનું ચાલુ કરી દીધું છે. પ્રશાંતે આજે કોલકાતામાં પોતાનાં પહેલા અભિયાનની શરૂઆત કરી હતી. આયોજિત કાર્યક્રમમાં સમગ્ર બંગાળથી ટીએમસીનાં 1200થી વધારે પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મળતી માહિતી અનુસાર પ્રશાંતે પોતાનાં અભિયાન હેઠળ આગામી 100 દિવસ સુધી તેઓ 1000થી વધારે સ્થળો પર કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે. જેમાં પાર્ટી નેતાઓની સાથે દરેક સ્તરનાં નેતાઓ પણ જોડાશે.

ચંદ્રયાન-2ને સીધુ જ મોકલવાને બદલે વૈજ્ઞાનિકો આટલું ગોળ ગોળ કેમ ફેરવે છે?
યુવાનોને પોતાની સાથે જોડવા માટે વિશેષ અભિયાન
પ્રશાંત કિશોરે 5 લાખ યુવાનોને પોતાની સાથે જોડવાનો નિર્ણય લીધો છે. પીકેની ટીમ યૂથ ઇન પોલિટિક્સ અભિયાનને સામે રાખીને કામ કરી રહી છે. આ અભિયાન હેઠળ દરરોજ ચાર હજાર લોકોનું રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. જેને વધારીને ટાર્ગેટ 10 હજાર કરી દેવામાં આવ્યો છે. પ્રશાંત કિશોરની ટીમ પાંચ લાખથી વધારે યુવાનોને ટ્રેનિંગ આપવા માંગે છે. ખાસ વાત છે કે આ ટ્રેનિંગ કોઇ પણ લઇ શકે છે અને કોઇ પણ દળ સાથે જોડાઇ શકે છે. 

ઉન્નાવ દુષ્કર્મ પીડિતા દુર્ઘટના મુદ્દે BJP ધારાસભ્ય સહિત 10 વિરુદ્ધ ફરિયાદ દાખલ

ઉન્નાવ ગેંગરેપ: અમાનવીય ત્રાસ છતા બળાત્કાર પીડિતા અડગ રહેતા BJP ધારાસભ્યએ મરાવી નાખી?
તૃણમુલને શું ફાયદો થશે ?
જો કે આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ છે કે આના કારણે તૃણમુલને શું ફાયદો થશે. યુથ ઇન પોલિટિક્સ અભિયાન હેઠળ સોશિયલ મીડિયા પર તૃણમુલ કોંગ્રેસની પ્રસિદ્ધિ વધારવા પ્રયાસો કરાઇ રહ્યા છે. બીજી તરફ પ્રશાંતની ટીમનું માનવું છે કે 5 લાખ યુવાનોને જોડવાથી તે તૃણમુલ માટે એડિશનલ ફોર્સ સાબિત થશે. 

જોખમી TikTok દ્વારા બનવું હતું સુપર સ્ટાર, એવો ફસાયો કે 2 દિવસે માંડ મળ્યો !
સપ્ટેમ્બર સુધીમાં 5 લાખ ડેટાબેઝ તૈયાર કરવાનું આયોજન
સપ્ટેમ્બર સુધીમાં પાંચ લાખ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. પ્રશાંત કિશોર પાંચ લાખ લોકોને તૃણમુલ કોંગ્રેસ સાથે જોડશે અને 15 મહિના સુધી ટ્રેનિંગ આપશે. હાલ પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને પાર્ટીને મજબુત કરવા માટેની કવાયત કરી રહ્યા છે. જો કે તે અંગે ભાજપની શું પ્રતિક્રિયા હશે તે તો આગામી સમય જ જણાવશે.

World Tiger Day : ભારતમાં 9 વર્ષમાં વાઘની સંખ્યા 692થી વધી 860 થઈ
આંધ્રપ્રદેશમાં જગનની જીત પાછળ મુખ્ય ભેજુ પ્રશાંત કિશોર.
પ્રશાંત કિશોર હાલમાં આંધ્રપ્રદેશમાં જગન રેડ્ડીનાં સલાહકાર બન્યા હતા. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં જગનની પાર્ટીનું પ્રદર્શન આશ્ચર્યજનક રહ્યું હતું. ચંદ્રાબાબુ નાયડુની સરકાર ધોવાઇ ગઇ હતી. લોકસભામાં પણ જગનની પાર્ટીનું પ્રદર્શન ખુબ જ સારુ રહ્યું હતું.

Video: PM મોદી જોવા મળશે માનવીય પાસું, જે જાગૃત કરશે વન્યપ્રાણી સંરક્ષણને
બિહારમાં નીતીશ કુમારની સરકાર બનાવવામાં મહત્વની ભુમિકા
2015માં બિહાર વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. ત્યારે પ્રશાંત કિશોર ભાજપ છોડીને જેડીયુનાં સલાહકાર બન્યા હતા. બિહાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ અને આરજેડીએ ભાજપને પરાજીત કર્યું હતું. ત્યાર બાદ નીતીશે પ્રશાંત કિશોરનો દરજ્જો વધારતા તેમને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો.