નવી દિલ્હીઃ એલએસી પર ચીનની સાથે તણાવ વચ્ચે ભારતે સરહદ પર પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. ભારતીય વાયુસેનાએ પોતાના  યુદ્ધ વિમાનોને એરબેઝ પર તૈનાત કરી દીધા છે. હવે એરફોર્સના સુખોઈ Su-30MKI અને મિગ 29 વિમાનોની સાથે અપાચે હેલિકોપ્ટર પણ સરહ પર ઉડાન ભરતુ જોવા મળી રહ્યું છે. ભારતીય સેના ચીન સરહદ પર એર ઓપરેશન કરી રહી છે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે ભારત ચીનને સંદેશ આપી ચુક્યુ છે કે કોઈપણ મામલામાં થોડી પણ સમજુતી કરવામાં આવશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગલવાન ઘાટીમાં ચીનની નાપાક હરકત અને હિંસક ઘર્ષણ બાદ ભારત કમર કસી છે. ચીનના ધમંડને જોતા ભારતે સરહદ પર પોતાના વિમાન તૈનાત કરી દીધી છે. સરહદ પર મિગ, સુખોઈ અને હરક્યુલિસ વિમાન પહેલાથી જ તૈનાત હતા પરંતુ હવે તે સરહદની પાસે ઉડાન ભરતા જોવા મળે છે. સૂત્રોનું કહેવું છે કે, ત્રણેય સેનાને કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube