આ મહિને ભારતને મળશે વધુ 3 રાફેલ, વાયુસેનાને મળશે મજબૂતી
ભારતને નવેમ્બર મહીનાની શરૂઆતમાં વધુ ત્રણ રાફેલ વિમાન (Rafale Fighter Jet) મળી જશે જોકે તારીખોની સત્તાવાર જાહેરાત થઇ નથી. હજુ પાંચ રાફેલ ભારતીય વાયુસેના (Indian Airforce) માં સામેલ થઇ ચૂક્યા છે.
નવી દિલ્હી: ભારતને નવેમ્બર મહીનાની શરૂઆતમાં વધુ ત્રણ રાફેલ વિમાન (Rafale Fighter Jet) મળી જશે જોકે તારીખોની સત્તાવાર જાહેરાત થઇ નથી. હજુ પાંચ રાફેલ ભારતીય વાયુસેના (Indian Airforce) માં સામેલ થઇ ચૂક્યા છે.
કુલ 36 વાયુસેનાને 2016ના કરાર અનુસાર કુલ 36 રાફેલ વિમાન મળવાના છે. જેમાંથી શરૂઆતમાં પાંચ 10 સપ્ટેમ્બરના રોજ ભારતીય વાયુસેનાના અંબાલા એરબેસ (Ambala Airbase) પર ઔપચારિક રૂપથી તૈનાત થઇ ચૂક્યા છે. તેમને વાયુસેનામાં સામેલ કરતી વખતે ભારત અને ફ્રાંસ બંને દેશોના રક્ષામંત્રી હાજર રહ્યા હતા.
અત્યારે ફ્રાંસમાં જ આ વિમાન
રાફેલની બીજી બેચમાં ત્રણ વિમાન ભારતીય વાયુસેના (Indian Airforce) નો ભાગ બનશે અને તેમને પશ્વિમ બંગાળમાં તૈનાત કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે ભારત-ચીનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાફેલ વિમાનો (Rafale Fighter Jets) આવતાં વાયુસેનાને ખૂબ મજબૂતી મળી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube