નવી દિલ્હીઃ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે, લશ્કરી દોળોએ પણ પોતાને ધાર્મિક અપીલોથી દૂર રાખવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, ભારતીય લશ્કરી દળો દેશના શાનદાર ધર્મનિરપેક્ષ સ્વરૂપના અભિન્ન અંગ છે, આથી તેમણે સાંપ્રદાયિક અપીલોથી પોતાને દૂર રાખવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો. મનમોહન સિંહે ધર્મનિરપેક્ષતાને બંધારણનું મૌલિક સ્વરૂપ દર્શાવતા કહ્યું કે, "સર્વપ્રથમ, એક સંસ્થા તરીકે ન્યાયપાલિકા માટે એ અત્યંત જરૂરી છે કે તે બંધારણમાં રહેલી ધર્મનિરપેક્ષતાના સ્વરૂપનું સંરક્ષણ કરવાની પોતાની પ્રાથમિક જરૂરિયાતને નજરઅંદાજ ન કરે."


ડો. સિંહે મંગળવારે કોમરેડ એ.બી. બર્ધન સ્મૃતિ વ્યાખ્યાનને સંબોદિત કરતા જણાવ્યું કે, 'બંધારણના ધર્મનિરપેક્ષ સ્વરૂપને સાચવવાના હેતુને પુરો કરવાની માગ અગાઉની સરખામણીએ વર્તમાન સમયમાં વધુ જરૂરી બની ગઈ છે. રાજકીય વિરોધ અને ચૂંટણીઓમાં ધાર્મિક તત્વો, પ્રતીકો, મીથકો અને પૂર્વગ્રહોની હાજરી હદ કરતાં વધી ગઈ છે.'


માકપા દ્વારા આયોજિત 'ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની સુરક્ષા' વિષય પર આયોજિત બીજા એ.બી. બર્ધન વ્યાખ્યાનને સંબોધિત કરતા ડો. સિંહે જણાવ્યું કે, 'આપણે નિઃસંદેહ એ સમજવું જોઈએ કે આપણા પ્રજાસત્તાકના ધર્મનિરપેક્ષ સ્વરૂપને નબળું પાડવાના કોઈ પણ પ્રકારના પ્રયાસના વ્યાપક સ્વરૂપથી સમાન અધિકારવાદી વિચારધારાને લાગુ કરવાનાં પ્રયાસોનો નાશ કરશે.' તેમણે જણાવ્યું કે, આ પ્રયાસોની સફળતા તમામ બંધારણિય સંસ્થાઓમાં રહેલી છે.