નવી દિલ્હી: ભારતીય સેનાના પ્રમુખ આર્મી ચીફ જનરલ એમએમ નરવણે (Indian Army Chief General MM Naravane) એ શનિવારે (28 નવેમ્બર)ના રોજ ચેતાવણી આપી છે કે દેશની સીમા અપ્ર આતંકવાદીઓનો ખતરો મંડરાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ (Union Territory) જમ્મૂ કાશ્મીરમાં સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયાને બાધિત કરવા માટે આતંકવાદી ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની પત્રકાર પરિષદમાં સેના પ્રમુખ જનરલ નરવણેએ કહ્યું કે 'અમારી પશ્વિમી સીમાઓ પર હાલની સ્થિતિમાં આતંકવાદ હજુ પણ ગંભીર ખતરો બનેલો ચે અને તમામ પ્રયત્નો છતાં તેમાં કોઇ ઘટાડો આવી રહ્યો નથી. એલઓસી પર આતંકવાદીઓને લોંચ પેડ છે અને આતંકવાદી સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયાને બાધિત કરવા માતે જમ્મૂ તથા કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે. 


ઠંડીની શરૂઆતથી સીમામાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આતંકવાદી
આર્મી ચીફે જાણકારી આપી છે કે શિયાળની શરૂઆત સાથે જ આતંકવાદી ઘૂસણખોરીનો અંતિમ પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે બરફનું સ્તર વધુ થઇ જવાથી સીમા પર ઘૂસણખોરીક અરવા આતંકવદીઓ માટે અશક્ય થઇ જાય છે. જોકે આતંકવાદીઓ ઘાટીમાં દક્ષિણ તરફથી આવવાનું શરૂ દીધું છે અને હવે નીચલા વિસ્તારો દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયત્નમાં લાગી ગયા છે. તેમાં આંતરરાષ્ટ્રીય સીમા પર સુરંગ સામેલ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube