India-China: ગલવાન ખીણમાં ફરીથી ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયું ઘર્ષણ? ભારતીય સેનાએ આપ્યું આ નિવેદન
આ અંગે ભારતીય સેનાએ એક નિવેદન બહાર પાડ્યું છે અને તેના પર સ્થિતિ સ્પષ્ટ કરી છે.
નવી દિલ્હી: ભારતીય સેના (Indian Army) એ એવા રિપોર્ટ્સને ફગાવ્યા છે જેમાં કહેવાયું હતું કે ગલવાન ખીણ (Galwan Valley) માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે એકવાર ફરીથી ઘર્ષણ થયું છે. આ અંગે ભારતીય સેનાએ એક નિવેદન બહાર પાડ્યું છે અને તેના પર સ્થિતિ સ્પષ્ટ કરી છે.
ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ પર સેનાનું નિવેદન
ભારતીય સેનાએ કહ્યું કે 'એક મીડિયા રિપોર્ટમાં ગલવાન ખીણ (Galwan Valley) માં ભારતીય અને ચીની જવાનો વચ્ચે આમનો સામનો થયો હોવાની વાત સામે આવી છે. સ્પષ્ટ કરવામાં આવે છે કે મે 2021ના પહેલા અઠવાડિયામાં પૂર્વ લદાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આવો કોઈ આમનો સામનો થયો નથી.'
સમાધાનને લઈને ચાલુ પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાની કોશિશ
ભારતીય સેના (Indian Army) એ પોતાના નિવેદનમાં કહ્યું કે 'આ રિપોર્ટ એવા સ્ત્રોતથી પ્રેરિત જોવા મળે છે જે પૂર્વ લદાખમાં મુદ્દાઓના જલદી સમાધાનને લઈને ચાલુ પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાનો પ્રયત્ન કરી શકે છે.' આ સાથે જ સેનાએ એ પણ કહ્યું કે મીડિયાએ જ્યાં સુધી સેનાના કોઈ અધિકારી કે કોઈ અધિકૃત સ્ત્રોત દ્વારા જાણકારી ન મળે ત્યાં સુધી કોઈ રિપોર્ટ પ્રકાશિત કરવો જોઈએ નહીં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube