ઈટાનગર: ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) માં પહેલીવાર એવિએશન બ્રિગેડ તૈનાત કરી છે. આ બ્રિગેડમાં એટેક હેલિકોપ્ટર છે, ઝડપથી સૈનિકોને લાઈન ઓફ કંટ્રોલ (LAC) સુધી પહોંચવા માટે ચિનૂક (Chinook) અને મી 17 જેવા મોટા પરિવહન હેલિકોપ્ટર છે અને સૌથી વધુ મહત્વપૂર્ણ નિગરાણી માટે ડ્રોન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરુણચાલ પ્રદેશમાં હેલિકોપ્ટર અને તેના પાયલટની પરીક્ષા
અરુણાચલ પ્રદેશ જેવા પહાડ, ઘાટીઓ અને ગાઢ જંગલોના વિસ્તારોમાં સૌથી વધુ હેલિકોપ્ટર કામે લાગે છે. અહીં હેલિકોપ્ટર્સ સૈનિકોને લાવવા, લઈ જવામાં, સાધન સામગ્રી અને ગોળા બારૂદ પહોંચાડવામાં તથા સૌથી વધુ બીમાર કે ઘાયલ સૈનિકોને મદદ કરવાના કામે આવે છે. અહીં હવામાન સૌથી મોટી સમસ્યા છે અને ખરાબ હવામાનમાં ખીણ પાર કરવી ખુબ મુશ્કેલ હોય છે. 


એટેક હેલિકોપ્ટર નિભાવે છે મહત્વની ભૂમિકા
ખુબ ઝડપથી હુમલો કરવા માટે એટેક હેલિકોપ્ટર કામે લાગે છે. અસમના મિસામારીમાં ભારતીય સેનાનો સૌથી મોટો એવિએશન બેસ છે જ્યાંથી દિવસ રાત આ બધા એલએસી તરફ ઉડાણ ભરતા રહે છે. 


J&K: આતંકીઓના મોઢા પર તમાચો! કાશ્મીરના વિકાસ માટે આ દેશે ભારત સાથે કરી મોટી ડીલ


સ્વદેશી એટેક હેલિકોપ્ટર રૂદ્ર પણ તૈનાત
મોરચો સંભાળવવા માટે સ્વદેશી એટેક હેલિકોપ્ટર રૂદ્ર તૈનાત છે જે દુશ્મનના ટેન્ક કે કોઈ મોટા ફૌજી ઠેકાણાને તબાહ કરવા માટે ખુબ કારગર છે. જેમ જેમ તમે અરુણાચલ પ્રદેશમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની તરફ આગળ વધશો તમે જાણી શકશો કે અહીંના પડકાર કયા છે. એલએસી પાસે  સૌથી મોટું શહેર તવાંગ છે જેના પર હંમેશા ચીનની નજર રહે છે. 1962ના યુદ્ધમાં ચીને તવાંગ પર કબજો જમાવ્યો હતો એટલી ત્યારબાદથી ભારતીય સેનાએ આ સમગ્ર વિસ્તારમાં પોતાને ખુબ મજબૂત બનાવી છે. 


જેમ જેમ અરુણાચલ પ્રદેશમાં ઉંચાઈ તરફ આગળ વધો  કે જાણવા મળશે કે અહીંના પડકાર કયા છે. ભારે વરસાદ અને કડકડાતી ઠંડીમાં બરફવર્ષા રસ્તા ચાલુ રાખવામાં સૌથી મોટી મુશ્કેલી પેદા કરે છે. પહેલા તવાંગ સુધી પહોંચવાનો ફક્ત એક રસ્તો હતો પરંતુ થોડા વર્ષો પહેલા તવાંગ માટે એક વધુ રસ્તો તૈયાર કરી લેવાયો છે. ત્રીજા રસ્તા પર કામ ચાલુ છે. વધુ રસ્તા હોવાથી ક્યારેય સપ્લાય લાઈન કપાવવાનો ખતરો રહેતો નથી. પરંતુ ટનલ્સ સૌથી વધુ કારગર છે જે ઘુમ્મસ કે વરસાદ વખતે પણ રસ્તા ચાલુ રાખે છે. 


Vladimir Putin સામે જાહેરમાં જ આ ફીમેલ એંકરે કરી એવી હરકતો...સમગ્ર દેશમાં હોબાળો મચ્યો


એક ભારતીય ડિવિઝનના હેડક્વાર્ટરમાં જ કોર એરોસ્પેસ કમાન્ડ સેન્ટર છે જ્યાં આ વિસ્તાર માટે બનાવવામાં આવેલી પહેલી એવિએશન બ્રિગેડ દિવસ રાત દુશ્મન અને બંને દેશના સૈનિકો પર નજર રાખે છે. અહીંથી કોઈ પણ એટેક હેલિકોપ્ટર, સૈનિકોને લઈ જઈ રહેલા હેલિકોપ્ટર અને ડ્રોનની ઉડાણને નિયંત્રિત કરાય છે. ડ્રોન કે રોમટલી પાયલેટેડ એરક્રાફ્ટ આકાશથી દરેક બાજુ નજર રાખે છે અને સતત આ કંટ્રોલ રૂમ સુધી તસવીરો મોકલતા રહે છે. 


ભારતીય સેના હાલ હેરોક માર્ક 1 ડ્રોનનો ઉપયોગ કરે છે જે 200-250 કિલોમીટર સુધી નજર રાખે છે. યોજના વધુ સારા ડ્રોન સામેલ કરવાની છે અને જલદી અહીં એવા ડ્રોન તૈનાત થશે જે સેટેલાઈટ દ્વારા નિયંત્રિત કરાશે. તે વધુ દૂર સુધી નજર રાખી શકશે અને વધુ સટીક ખબરો પણ આપી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube