Vladimir Putin સામે જાહેરમાં જ આ ફીમેલ એંકરે કરી એવી હરકતો...સમગ્ર દેશમાં હોબાળો મચ્યો

રશિયામાં એક અમેરિકી ફીમેલ એંકર ચર્ચાનો વિષય બની ગઈ છે. કારણ છે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે વાતચીત દરમિયાન તેણે કરેલી હરકતો. સ્થાનિક મીડિયાનું તો એટલે સુદ્ધા કહેવું છે કે એંકરે પોતાની જાતને સેક્સ ઓબ્જેક્ટ તરીકે રજુ કરી. 

Vladimir Putin સામે જાહેરમાં જ આ ફીમેલ એંકરે કરી એવી હરકતો...સમગ્ર દેશમાં હોબાળો મચ્યો

મોસ્કો: રશિયામાં એક અમેરિકી ફીમેલ એંકર ચર્ચાનો વિષય બની ગઈ છે. કારણ છે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે વાતચીત દરમિયાન તેણે કરેલી હરકતો. સ્થાનિક મીડિયાનું તો એટલે સુદ્ધા કહેવું છે કે એંકરે પોતાની જાતને સેક્સ ઓબ્જેક્ટ તરીકે રજુ કરી. વાત જાણે એમ છે કે સીએનબીસીની હેડલી ગેમ્બલ  (Hadley Gamble) મોસ્કોમાં આયોજિત એક કાર્યક્રમમાં મોડરેટર તરીકે હાજર હતી. આ દરમિયાન પુતિન સાથે સવાલ જવાબ  વખતે તે અજીબોગરીબ હરકતો કરતી રહી. 

વ્લાદિમિર પુતિન તરફ સીધા પગ રાખીને બેઠી
ડેઈલી મેલના રિપોર્ટ મુજબ એનર્જી ફોરમના એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પણ હાજર હતા. તે વખતે સીએનબીસીની હેડલી ગ્લેમ્બલે રાષ્ટ્રપતિને સવાલ જવાબ કર્યા. જ્યારે પુતિન પોતાની વાત રજુ કરી રહ્યા હતા ત્યારે ગેમ્બલ વિચિત્ર રીતે પગ હલાવતી રહી. અનેકવાર તેણે રાષ્ટ્રપતિ સામે પોતાના પગ સીધા  કરી નાખ્યા. એટલું જ નહીં તેણે જીભ બહાર કાઢીને ઈશારા પણ કર્યા. જેને અભદ્ર ગણવામાં આવે છે. રશિયન મીડિયાનું કહેવું છે કે યુએસ એંકરે પોતાને સેક્સ ઓબ્જેક્ટ તરીકે રજુ કરવાની કોશિશ કરી. 

'President નું ધ્યાન ભટકાવવાની કોશિશ'
આ બાજુ પુતિનના  Propagandist વ્લાદિમિર સોલોવિઓવે સ્થાનિક મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે સીએનબીસીની હેડલી ગ્લેમ્બલે રાષ્ટ્રપતિનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે હેડલીનો આ વ્યવહાર અસ્વીકાર્ય છે. તેમની હરકતો જોઈને એવું લાગતું હતું કે જાણે રાષ્ટ્રપતિની સામે પોતાની જાતને સેક્સ ઓબ્જેક્ટ તરીકે રજુ કરી રહ્યા છે. તેમને એ વાતનો પણ ડર નહતો કે આવી હરકતોના કારણે તેમની ટીકા થઈ શકે છે. આ અંગે CNBC અને હેડલી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. 

Gamble કહ્યું- માય બેસ્ટ એંગલ
જો કે હેડલી ગ્લેમ્બલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ન્યૂઝપેપરમાં છપાયેલા પોતાના ફોટાને જરૂર પોસ્ટ કર્યો છે. જેમાં તેની અજીબ હરકતોને દેખાડવામાં આવી છે. તેના કેપ્શનમાં લખ્યું છે 'માય બેસ્ટ એંગલ'. હેડલીએ યુરોપ ગેસ સંકટ અંગે પુતિનને સવાલ કર્યો હતો. જેના પર તેમણે જ્યારે બોલવાનું શરૂ કર્યું તો હેડલી વિચિત્ર હરકતો કરવા લાગી. ક્યારેક પોતાના પગ હલાવતી, તો ક્યારેક અજીબ એક્સપ્રેશન આપતી. જેને લઈને હવે રશિયામાં બબાલ મચેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news