નવી દિલ્હી: સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પૂરા થયાના અવસરે પૂર્વ આર્મી ચીફ જનરલ દલબીર સુહાગે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું કે 2016ની સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારીઓ જૂન 2015માં જ શરૂ થઈ ગઈ હતી. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે આ ઓપરેશનમાં કોઈ પણ સંજોગોમાં અમારા સફળ થવાનું હતું કારણ કે નિષ્ફળતાનો કોઈ વિકલ્પ જ નહતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા જનરલ સુહાગે શનિવારે જણાવ્યું કે કઈ રીતે આ ઓપરેશનની યોજના બનાવવામાં આવી હતી અને તેનું અમલીકરણ થયું. જનરલ સુહાગે કહ્યું કે જૂન 2015માં મ્યાંમારમાં સ્ટ્રાઈકની સફળતા બાદ મારા મગજમાં એ વાત ઘર કરી ગઈ કે દેશની અંદર કે પશ્ચિમ બોર્ડર પર જન્મુ કાશ્મીરમાં કોઈ પણ મોટી ઘટના થવા પર સરકાર અને લોકો પાકિસ્તાન વિરુદ્ધ આ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઈકની આશા કરી શકે છે. આથી આ ઓપરેશન બાદ તત્કાળ મેં મારા હેડક્વાર્ટરને આદેશ આપ્યાં. ત્યારબાદ જૂન અંત કે જુલાઈ 2015માં જ્યારે નોર્થન કમાન્ડરના હેડક્વાર્ટર ગયો તો ત્યાં મેં પાકિસ્તાન વિરુદ્ધ તત્કાળ પ્રભાવથી સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારીઓના આદેશ આપ્યાં. ત્યારબાદથી જ તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ. પેરા કમાન્ડો ટીમ અને આ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાયેલા ઉપકરણોની તૈયારીઓ અને ટ્રેનિંગ તે સમયથી શરૂ કરી દેવાઈ હતી. 


PM મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ, કહ્યું- સૈનિકો આપશે જડબાતોડ જવાબ 


'ફેલ જવાનો કોઈ વિકલ્પ નહતો'
આ સ્ટ્રાઈક સંબંધમાં પોતાની ચિંતાઓ અંગે પૂર્વ આર્મી ચીફ જનરલ સુહાગે કહ્યું કે તેમણે તેમની ટીમને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે નુકસાન થવાની સ્થિતિમાં પાછળ કઈ પણ છોડવાનું નથી. તેમણે કહ્યું કે "મારી બે ચિંતાઓ હતી. પહેલી એ કે ઓપરેશન સફળ થવું જોઈએ કારણ કે ફેલ થવાનો કોઈ વિકલ્પ જ નહતો. બીજો- કોઈ પણ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં. મારો સ્પષ્ટ નિર્દેશ હતો કે જો કોઈ પણ જવાનને નુકસાન પહોંચે તો કોઈ પણ કિંમતે તેને પાછો લાવવાનો છે."


પીએમ મોદીના કર્યા વખાણ
પૂર્વ આર્મી ચીફ જનરલ સુહાગે આ ઓપરેશનનો શ્રેય બે લોકોને આપ્યો. તેમણે કહ્યું કે "પહેલો- હું પીએમ મોદીને પૂર્ણ વિચાર વિમર્શ બાદ રાજકીય સહમતિ આપવા બદલ શ્રેય આપવા માંગુ છું. કારણ કે આ એક સાહસિક નિર્ણય હતો. મેં વડાપ્રધાનને 23 સપ્ટેમ્બર 2016ના રોજ બ્રિફ કર્યા હતાં. બીજો- હું મારા સહયોગીઓને શ્રેય આપવા માંગીશ, એ બહાદૂર ઓફિસરો અને જવાનો કે જેમણે સફળતાપૂર્વક સ્ટ્રાઈકને અંજામ આપ્યો અને જેનાથી દેશને ગૌરવની અનુભૂતિ થઈ." 


જનરલ સુહાગને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભવિષ્યમાં ફરીથી સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપવામાં આવશે તો તેમણે કહ્યું કે "કેમ નહીં, આખરે અમે અમારી ક્ષમતા દેખાડી દીધી છે. અમારી સેનાનું પણ મનોબળ વધ્યું છે અને જ્યારે એકવાર અંજામ અપાઈ ગયો છે તો તેઓને ખાતરી છે કે તેને ફરીથી અંજામ આપી શકાય છે અને જો જરૂર પડી તો વારંવાર કરવામાં આવી શકે છે."


દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...