નવી દિલ્હીઃ ભારતીય સેનાને 464 T-90 ભીષ્મ ટેન્ક મળવાનો માર્ગ મોકળો થઈ ગોય છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આ સોદાને મંજૂરી આપી દેવાઈ છે. કુલ રૂ.13,448 કરોડની કિંતની આ ટેન્ક 2022થી 2025 વચ્ચે ભારતીય સેનામાં સામેલ થશે. તેનું નિર્માણ ભારતમાં જ અવડી હેવી વ્હિકલ ફેક્ટરીમાં કરવામાં આવશે. આ ટેન્ક ભારત અને રશિયા વચ્ચે 1654 ટેન્કના કરાર અંતર્ગત અંતિમ કાફલો આવશે. T-90 ટેન્કને ભારતીય સેનાની આર્મડ રેજિમેન્ટ્સની જાન માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને વધારાઈ રહી છે આર્મડ રેજિમેન્ટ્સ
ભારતીય સેના પાસે રશિયા પાસેથી ખરીદવામાં આવેલી T-72 ટેન્ક ઉપરાંત સ્વદેશી અર્જૂન ટેન્ક પણ છે. જોકે, પોતાના અભેદ્ય કવચ, સચોટ નિશાન અને અત્યાધુનિક કન્ટ્રોલ સિસ્ટમને કારણે T-90 ટેન્ક સૌથી આગળ છે. પાકિસ્તાનનો સામનો કરવા માટે ભારતીય સેનાની બંને સ્ટ્રાઈક કોરની 7 કરતા વધુ આર્મડ રેજિમેન્ટ્સને T-90 ટેન્કનો કાફલો આપી દેવાયો છે. હવે અન્ય 20થી વધુ આર્મડ રેજિમેન્ટ્સને T-90 થી સજ્જ કરવામાં આવશે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


T-90 ભીષ્મ ટેન્કની વિશેષતા


  • ક્રૂ મેમ્બરઃ

  • વજનઃ 47 ટન

  • ઝડપઃ 60 કિમી પ્રતિ કલાક 

  • પ્રહારઃ 125mmની મુખ્ય ગન 

  • દારૂગોળોઃ ચાર જુદા-જુદા પ્રકારના ગોળા અને મિસાઈલ

  • નિશાનઃ નીચે ઉડતા હેલિકોપ્ટર-વિમાનને નિશાન બનાવી શકે છે. 


45 ટેન્ક હોય છે આર્મડ રેજિમેન્ટમાં
એક આર્મડ રેજિમેન્ટમાં 45 ટેન્ક હોય છે અને ભારતી સેનામાં અત્યારે 65 કરતાં પણ વધુ આર્મડ રેજિમેન્ટ્સ છે. ભારતીય સેના યુદ્ધ દરમિયાન મેદાનમાં ઝડપ અને ગોળીબારીની ક્ષમતા વધારવા માગે છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....