નવી દિલ્હી: એવું લાગે છે કે ચીનને વારંવાર હિન્દુસ્તાનના હાથે માર ખાવાની આદત પડી ગઈ છે. આવું એટલા માટે કહીએ છીએ કારણ કે ચીન વારંવાર ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યું છે અને વારંવાર ભારતીય સેના તેને પછડાટ આપી રહી છે. ચીને 31 ઓગસ્ટની રાતે પણ એકવાર ફરીથી ઘૂસણખોરીની કોશિશ કરી હતી પરંતુ ભારતીય જવાનોએ તેને નિષ્ફળ બનાવી દીધી. ચોંકાવનારી વાત એ છે કે ચીન તરફથી આ હરકત એવા સમયે થઈ કે જ્યારે કમાન્ડર સ્તરની વાતચીત ચાલી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન વિશે Pentagon એ કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો, અમેરિકા-ભારત સહિતના દેશોનું વધશે ટેન્શન


લદાખમાં LAC પર ભારતીય સેનાએ પોતાની ટેન્કોને મહત્વપૂર્ણ વિસ્તારોમાં તૈનાત કરી. ચુશુલ અને ડેમચોકથી ચીનના હુમલાની આશંકા બાદ આ તૈનાતી કરાઈ છે. ચીનની સેનાની ટેન્કો આગળ વધ્યા બાદ ભારતે આ તૈનાતી કરી છે. પેન્ગોંગ ઝીલ પર ભારતની સ્થિતિ મજબૂત છે. ભારતીય સેના તમામ સંવેદનશીલ ક્ષેત્રોમાં આક્રમક વલણ જાળવી રાખશે. પેન્ગોંગ લેકના દક્ષિણ કિનારે એટલે કે બ્લેક ટોપ પર હવે ભારતીય સેના તૈનાત છે. 29/30 ઓગસ્ટની રાતે ચીનના સૈનિકો બ્લેક ટોપ પર કબ્જો જમાવવાની કોશિશમાં હતાં પરંતુ ભારતીય સૈનિકોએ તેમને ખદેડી મૂક્યા. બ્લેક ટોપ પોસ્ટ પર પહેલેથી લગાવી રાખેલી ચીનના કેમેરા અને સર્વિલાન્સ સિસ્ટમ પણ ઉખાડી ફેક્યા. 


ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે ચીનના સૈનિકોએ પેન્ગોંગ લેકના દક્ષિણ  કિનારે ફરીથી ઘૂસણખોરી કરવાની કોશિશ કરી. પરંતુ ભારતીય સેનાની કડક ચેતવણી બાદ પાછા ફરી ગયાં. 31 ઓગસ્ટે ચીને ઉશ્કેરણીજનક કરતૂત ત્યારે કરી જ્યારે લદાખના ચુશુલમાં ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલુ હતી. ભારતે ચીનને પોતાના સૈનિકોને અનુશાસન અને નિયંત્રણમાં રહેવાનું કહ્યું છે. ભારતે પેન્ગોંગ લેકના દક્ષિણ કિનારે પોતાની હાજરી વધુ મજબૂત કરી લીધી છે. 


ઘર આંગણે આ 3 મોટી સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે ચીન, લોકોમાં છે ખુબ આક્રોશ


લદાખના હાલાત પર દિલ્હીમાં ગઈ કાલે રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક થઈ. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ મંત્રી એસ જયશંકર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણે સામેલ થયા હતાં. બેઠકમાં નક્કી કરાયું કે ચીનની હરકતોનો જવાબ આપવા માટે ભારત LAC પાસેના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં આક્રમક વલણ યથાવત રાખશે. 


વાતચીતનું કોઈ પરિણામ નહીં
લદાખમાં તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે ગઈકાલે થયેલી વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી. બ્રિગેડ કમાન્ડર સ્તરની વાતચીત લદાખના ચુશુલમાં ભારતીય વિસ્તારમાં થઈ હતી. ચીનના વિદેશ મંત્રાલયે વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ માટે ભારત પર દોષનો ટોપલો ઢોળ્યો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ચીને કોઈ  પણ દેશની એક ઈંચ જમીન ઉપર પણ કબ્જો જમાવ્યો નથી. 


લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube