નવી દિલ્હી: ભારતે લદાખ (Laddakh)માં ચીન (China)ને તેના પરાક્રમનો એવો પાઠ ભણાવ્યો છે, જેને ચીન ક્યારે ભૂલી શકશે નહીં. અઢી મહીનાની અંદર ચીનને બીજી વખત LAC પર ગુસ્તાખી કરી, જેનો ભારતે કરારો જવાબ આપ્યો છે. ZEE મીડિયાએ તમને જણાવ્યું હતું કે, ભારતીય સેના (Indian Army)એ કઇ રીતે પૈંગોંગ (Pangong)માં ચીનના 500 રૈનિકોને ભગાડ્યા અને અતિક્રમણના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આ વચ્ચે ચીનના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પંચમહાભૂતમાં વિલીન થયા પ્રણવ મુખરજી, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય


ભારત-ચીન તણાવ પર સૌથી મોટા સમાચાર
1. પૈંગોગમાં ચીનની સેનાનું મોટું ષડયંત્ર નિષ્ફળ
2. પૈંગોગના બ્લેક ટોપ પોસ્ટ પર ભારતીય સેનાનું નિયંત્રણ
3. ચીનની સેના બ્લેક ટોપ પર કબ્જો કરવા ઇચ્છતી હતી- સૂત્ર
4. ભારતીય તેનાએ PLAનું ષડયંત્ર નિષ્ફળ કર્યું
5. સેનાએ બ્લેક ટોપથી ચીનના કેમેરા અને સર્વેલન્સ સિસ્ટમને હાટવી


ચીન પૈંગોંગના બ્લેક ટોપ (Black Top) એરિયા પર કબ્જો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં હતા. પરંતુ ભારતી સૈનિકોએ ચીનની પીએલએ (PLA)ની ચાલને નિષ્ફળ કરી છે.


આ પણ વાંચો:- રાજનાથ સિંહે કરી ચીન સાથે તણાવ પર સમીક્ષા, ડોભાલે અધિકારીઓ સાથે કરી બેઠક


બ્લેક ટોપ પર ચીનની કાળી નજર
હવે અમે તેમને વધુ એક મોટી જાણકારી આપીએ છે. બ્લેક ટોપ (Black Top)થી જોડાયેલી વધુ એક જાણકારી સામે આવી છે કે પૈંગોંગના બ્લેક ટોપ પર ભારત-ચીનની સેના આમને સામને છે. સૂત્રોના અહેવાલથી મળેલી જાણકારી અનુસાર ભારત-ચીનની ટેંક એક બીજાની ફાયરિંગ રેન્જમાં છે. બ્લેક ટોપ (Black Top)માં ચીનની સેનાની અવરજવર રોકવામાં આવી.


ચીનની સેનાએ બ્લેક ટોપ (Black Top)ની પાસે ટેંક તૈનાત કરી છે. બ્લેક ટોપ પર પણ ચીનની સરખામણીએ ભારતીય સેના ઘણી મજબૂત છે, પૈંગોગમાં ભારતીય સેના ટેંક અને આર્ટિલરીથી સજ્જ છે. એટલે કે, ભારત-ચીનમાં વાતચીતની વચ્ચે બ્લેક ટોપમાં તણાવ વધ્યો છે.


આ પણ વાંચો:- પેન્ગોંગમાં કેવી રીતે ભારતીય સેનાએ ચીની સૈનિકોને આપી ધોબીપછાડ...વાંચો INSIDE STORY


ભારતે LAC પર ટેંક કરી તૈનાત
LAC પર ભારતે તેના ટેંકને મહત્વપૂર્ણ જગ્યા પર તૈનાત કરી છે. ચુશૂલની પાસે ભારતીય સેનાએ ટેંકોને LACની નજીક તૈનાત કરી છે. ચુશૂલ અને ડેમચોકમાં હુમલાની આશંકાને જોતા આ તૈનાતી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, T-72 ટેંકની સાથે T-90 ટેંક પણ LACની નજીક તૈનાત કરવામાં આવી છે અને બખ્તરબંધ ગાડીઓને પણ LACની પાસે મોકલવામાં આવી છે. લદાખમાં ભારતે વર્ષ 2016માં પણ ટેંક બ્રિગેડ તૈનાત કર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર