નવી દિલ્હી: LAC પર ભારત અને ચીનના તણાવ વચ્ચે ઇન્ડિયન આર્મી (Indian Army) ડ્રૈગનના પ્રત્યે માનવતાનું વલણ જોવા મળ્યું છે. જી હાં, આપણી આર્મી વારંવાર LAC નું ઉલ્લંઘન કરનાર ચીનના 3 નાગરિકો પ્રત્યે દરિયાદિલી બતાવી છે અને મુશ્કેલ સ્થિતિમાં તેમનો જીવ બચાવ્યો છે. જોકે, ચીનના 3 નાગરિક સિક્કિમના પઠારી વિસ્તાર ( Sikkim's plateau area) એટલે કે બર્ફીલા પહાડોમાં માર્ગ ભૂલી ગયા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડિયન આર્મીને તેમના વિશે ખબર પડી, તાત્કાલિક રેસ્ક્યૂ કરી ચીની નાગરિકોનો જીવ બચાવ્યો છે. આર્મીની રેસ્ક્યૂ ટીમએ આ નાગરિકોનો મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો. ચીની નાગરિક બુધવારે (3 સપ્ટેમ્બર)ના રોજ 17,500 ફૂટની ઉંચાઇ પર રસ્તો ભટકી ગયા હતા.  


આર્મીની રેસ્ક્યૂ ટીમે જણાવ્યું કે બર્ફીલી પહાડીઓમાં રસ્તો ભટકી ગયેલા નાગરિકો પાસે ના તો રાશન પાણી હતું અને ના તો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં હતા. એટલું જ નહી તેમનો ઓક્સીજનનો સ્ટોક પણ ખતમ થઇ ગયો હતો. આ દરમિયાન સેનાના લોકોની તેમના પર નજર પડી અને તેમને ભોજન, ઓક્સીજન, ગરમ કપડાં આપ્યા અને સારવાર પણ કરાવી. પછી સેનાના જવાન રસ્તો ભટકી ગયેલા નાગરિકોને યોગ્ય રસ્તે છોડીને પણ આવ્યા. આર્મીએ પોતાના સત્તાવાર સોશિયલ એકાઉન્ટ @adgpi પરથી આ સંબંધિત જાણકારી આપી અને કેપ્શનમાં લખ્યું 'માનવતા સર્વોપરિ'.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube