નવી દિલ્હી :જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની વિરુદ્ધમાં ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં લાગેલ સેનાના જવાનોને હવે એકે- 203 રાઈફલનું મોર્ડલ વર્ઝન આપવામાં આવશે. આ એકે-203 રાઈફલ યુપીના અમેઠીમાં ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ અને રશિયાના સંયુક્ત પ્રયાસ અતંર્ગત બનાવવામાં આવી છે. ફાસ્ટ ટ્રેક પ્રોસેસ અંતર્ગત આ 93000 કારબાઈન માટે અલગ ટેન્ડર જાહેર કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી એએનઆઈએ સેનાના ઉચ્ચ સૂત્રોના હવાલાથી માહિતી આપી છે કે, અમે આપણા જવાનોને હવે એકે-203 રાઈફલ આપવા જઈ રહ્યા છે. હવે અમે આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન રાઈફલની બટને સરળતાથી હટાવી શકીએ છીએ. જેનાથી તેને કપડાની વચ્ચે છુપાવી શકાય છે. સેનામાં આ રાઈફલનો ઉપયોગ માટે તેમાં અનેક નવા ચેન્જિસ કરવામાં આવશે.


સેના અને સુરક્ષાદળોના અધિકારિક સૂત્રોએ જણાવ્યું કે, એકે-203 રાઈફલ હવે એ ઈન્સાસ રાઈફલની જગ્યા લેશે, જેનો ઉપયોગ જમીની સેના અને અન્ય દળ કરી રહ્યા હતા. આ વિસ્તારમાં 7,00,000 એકે-203 રાઈફલ તૈયાર કરવાનું શરૂઆતી લક્ષ્યાંક છે. એકે-203 રાઈફલ એકે-47 રાઈફલનું સૌથી મોર્ડન વર્ઝન છે. નવી એસોલ્ટ રાઈફલ પણ એકે-47ની જેમ ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક બંને સિસ્ટમોથી લેસ હશે.


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદીએ એકે-203 એસોલ્ટ રાઈફલ માટે અમેઠીમાં એક કંપનીનું ભૂમિપૂજન કર્યું હતું. આ દરમિયાન રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે રશિયન રાષ્ટ્રપતિનો સંદેશ પણ વાંચ્યો હતો. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને પોતાના એક મેસેજમાં કહ્યું કે, ક્લાશનિકોવ એસોલ્ટ રાઈફલ 203 તૈયાર કરનાર ભારત અને રશિયાનો નવો સંયુક્ત પ્રયાસ ભારતીય સુરક્ષા એજન્સીઓની જરૂરિયાત પૂરી કરશે.


તેમણે પોતાના મેસેજમાં કહ્યું કે, રશિયા અને ભારત વચ્ચે સૈન્ય તેમજ ટેકનિકલ સહયોગ પરંપરાગત રૂપે વિશેષ રાજનીતિક કરારનો મહત્વનો ભાગ રહ્યો છે. સાત દાયકાથી પણ વધુ સમયથી અમે વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તાના શસ્ત્રો તેમજ મશીન ભારતીય સેનાને પહોંચાડી રહ્યા છે. અમારા દેશના સહયોગથી ભારતમાં 170 સૈન્ય તેમજ ઉદ્યોગ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓક્ટોબરમાં પુતિનની ભારતની અધિકારીક યાત્રા દરમિયાન ભારતમાં કાલાશનિકોવ (એકે-203) તૈયાર કરવા માટે કરાર થયા હતા.