નવી દિલ્હીઃ ભારતીય સેનાએ(Indian Army) તાજેતરમાં જ લદ્દાખમાં હજારો ફૂટની ઊંચાઈએ ચીનને અડીને આવેલી સરહદ પર એક મોટો યુદ્ધાભ્યાસ(War Excercise) કર્યો હતો. આ યુદ્ધાભ્યાસમાં સેનાની સાથે વાયુસેનાએ (Indian Air Force) પણ ભાગ લીધો હતો. આ યુદ્ધાભ્યાસથી સેનાએ દુનિયાને સંદેશો આપી દીધો છે કે ભારતીય સેના કોઈ પણ પ્રકારની સ્થિતિમાં લડવા માટે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓક્ટોબરમાં થશે હિમ વિજય(Him Vijay) એક્સરસાઈઝ
લદ્દાખમાં સફળ યુદ્ધાભ્યાસ પછી હવે આવતા ઓક્ટોબર(October) મહિને ભારતીય સેના અરૂણાચલ પ્રદેશમાં(Arunachal Pradesh) ચીનની સરહદ(China Border) નજીક એક મોટો યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. 'હિમ વિજય' નામના આ યુદ્ધાભ્યાસમાં ભારતીય સેનાની માઉન્ટેન કોર(Mountain Core) અને વાયુસેના પણ ભાગ લેશે. આ યુદ્ધાભ્યાસ માટે માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સના જવાનોને લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સની રચના કરાઈ છે. 


દેશમાં આજે પણ જાતિગત ભેદભાવ ચાલુ છે, સરકારો રોકવામાં નિષ્ફળઃ સુપ્રીમ કોર્ટ


જવાનોને કરાશે એરલિફ્ટ
ઓપરેશન હિમ વિજય માટે માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સના જવાનોને એરલિફ્ટ કરીને લઈ જવાશે. જેના માટે એરફોર્સના નવા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-17, સી-130 જે સુપર હરક્યુલસ અને એએન-32 વિમાનનો ઉપયોગ કરાશે. 


ચીનની સરહદ નજીક પ્રથમ વખત યુદ્ધાભ્યાસ
ઓક્ટોબર મહિનામાં યોજાનારો આ યુદ્ધાભ્યાસ ચીનની સરહદ નજીક પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે. આ યુદ્ધાભ્યાસમાં સેનાના લગભગ 15,000 જવાન ભાગ લેશે. પૂર્વ કમાન્ડ દ્વારા છેલ્લા છ મહિનાથી આ યુદ્ધાભ્યાસની તૈયારી ચાલી રહી છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....