દેશમાં આજે પણ જાતિગત ભેદભાવ ચાલુ છે, સરકારો રોકવામાં નિષ્ફળઃ સુપ્રીમ કોર્ટ

ગટરની સફાઈ દરમિયાન મૃત્યુ થવા અંગે સુપ્રીમ કોર્ટે સરકારને પુછ્યું કે, 'સફાઈ કામદારોને ઓક્સિજન સિલિન્ડર કેમ ઉપલબ્ધ કરાવાતા નથી?' કોર્ટે પુછ્યું કે, "તમે આ માટે શું કર્યું છે?" કોર્ટે જણાવ્યું કે, આ દેશમાં અસ્પૃશ્યતાનું આજે પણ ચલણ છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની સફાઈ ગતિવિધિઓમાં સામેલ લોકો સાથે રહેવા માગતું નથી. બેન્ચે જણાવ્યું કે, આ સ્થિતિમાં સુધારો કરવો જોઈએ. 

દેશમાં આજે પણ જાતિગત ભેદભાવ ચાલુ છે, સરકારો રોકવામાં નિષ્ફળઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એસસી/એસટી એક્ટ સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું કે, આઝાદીને 70 વર્ષ પસાર થઈ ગયા છે, પરંતુ એ કમનસીબી છે કે દેશમાં આજે પણ જાતિગત ભેદભાવ ચાલુ છે અને સરકારો તેને રોકવામાં નિષ્ફળ રહી છે. આજે પણ સમાજમાં જાતિગત ભેદભાવ ચાલુ છે. મેન હોલ, નાળા સહિત અન્ય સ્થળોએ સફાઈ કરતા લોકોને માસ્ક ઓક્સિજન સિલિન્ડર ન પહેરવાના કારણે મોતને ભેટી રહ્યા છે. 

સુપ્રીમ કોર્ટે ગટરની સફાઈ કરતા વ્યક્તિઓને સુરક્ષા ન આપવા માટે સરકારી એજન્સીઓને ઠપકો આપ્યો હતો. ન્યાયાધિશ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધિશની બેન્ચે સરકારની ટીકા કરતા જણાવ્યું કે, કમનસીબે આઝાદીના 70 વર્ષ પછી પણ સમાજમાં જાતિગત ભેદભાવ ફેલાયેલો છે, જે સૌથી અસભ્ય અને અમાનવીય સ્થિતિ છે. 

કોર્ટે જણાવ્યું કે, દેશમાં ગટરની સફાઈ કરનારા કર્મચારીઓ દરરોજ મરી રહ્યા છે અને તેમને કોઈ સુરક્ષા આપવામાં આવતી નથી. તેમ છતાં સંબંધિત અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જે સફાઈ કર્મચારીઓને સુરક્ષા પુરી પાડવામાં લાપરવાહી દાખવે છે. બેન્ચે પુછ્યું કે, "મેન્યુઅલ સ્કેવેન્જિંગ માટે તમે શું કર્યું છે? કોઈ પણ અન્ય દેશમાં લોકો સુરક્ષાના ઉપકરણો વગર મેનહોલમાં પ્રવેશ કરતા નથી."

કોર્ટે પુછ્યું કે, "તમે આ માટે શું કર્યું છે?" કોર્ટે જણાવ્યું કે, આ દેશમાં અસ્પૃશ્યતાનું આજે પણ ચલણ છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની સફાઈ ગતિવિધિઓમાં સામેલ લોકો સાથે રહેવા માગતું નથી. બેન્ચે જણાવ્યું કે, આ સ્થિતિમાં સુધારો કરવો જોઈએ. 

સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવાની સાથે જ જસ્ટિસ મિશ્રા, એમ.આર. શાહ અને બી.આર. ગવઈની બેન્ચે કેન્દ્રની પુનર્વિચાર અરજી પર પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. પુનર્વિચાર અરજીમાં કેન્દ્રેના 2018ના એ નિર્ણયને પાછો લેવાની માગ કરી છે, જેમાં એસસી/એસટી અધિનિયમ અંતર્ગત દાખલ થયેલી એક ફરિયાદ પર તાત્કાલિક ધરપકડ કરવાની આકરી જોગવાઈઓ અને આરોપીઓને આગોતરા જામીન ન આપવાની જોગવાઈ હતી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news