હવે હવાઇ હૂમલાની અત્યાધુનિક ટેક્નીકથી થશે સુરક્ષા, ચીન-પાક. થરથર ધ્રુજશે
ભારતીય સેનાના ચાર અધિકારી આવતા મહિનાથી એક વર્ષ માટે ઇઝરાયેલ જઇને કોઇ પણ હવાઇ હૂમલાને કઇ રીતે તોડી પાડવો તે અંગેની અત્યાધુનિક મિસાઇલો સાથે ટ્રેનિંગ લેશે
નવી દિલ્હી : દુશ્મોનાં હવાઇ હૂમલાથી ભારતીય સેના હવે દેશને અત્યાધુનિક પદ્ધતીથી સુરક્ષીત રાખશે. તેના માટે ભારતીય સેના વિશ્વની સશક્ત સેનાઓમાંથી એક ઇઝરાયેલી સેનાની મદદ મેળવશે. તેના હેઠળ ભારતીય સેનાનાં ચાર અધિકારીએ આવતા મહિને એક વર્ષ માટે ઇઝરાયેલ જઇને કોઇ પણ હવાઇ હૂમલાને ખાળવા માટેની સૌથી આધુનિક મિસાઇલોની ટ્રેનિંગ લેશે. સેનાના આ અધિકારી તે ટીમનો હિસ્સો હશે જે આર્મી એર ડિફેન્સ એટલે કે એએડીને અત્યાધુનિક બનાવવાની યોજનાની પહેલી કડી હશે. તેના કારણે ચીન અને પાકિસ્તાનને પણ ભારતની તરફથી આંખ ઉઠાવતા પહેલા અનેક વખત વિચારવું પડશે.
ઉન્નાવ ગેંગરેપ કેસ: કોર્ટનાં આદેશ બાદ માતા અને કાકા સહિત પીડિતા વિરુદ્ધ જ કેસ...
ભારતીય વાયુસેનામાં પાઇટર વિમાનોની ઉણપને જોતા પોતાનાં સૈન્ય મથકોને દુશ્મનના હવાઇ હૂમલાથી સુરક્ષા આપવા માટે આર્મી એર ડિફેન્સને આગામી 10 વર્ષમાં અલગ- અલગ રેંજની અનેક મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટેની તૈયારી કરી છે. ભારતીય સેનાની કોર્પ્સ ઓફ આર્મી એર ડિફેન્સની જવાબદારી દુશ્મની તરફતી કરવામાં આવનારા કોઇ પણ હૂમલાને ખાસ કરીને 5000 ફીટથી નીચે થનારા હૂમલાની સુરક્ષા આપે છે. આ સમયે એવા હૂમલાઓનો ખરતો વધારે વધી જાય છે કારણ કે હવે હવાઇ હૂમલા માટે નાના હવાઇ જહાજ અને ડ્રેનનો ઉપયોગ સામાન્ય બાબત થઇ ગઇ છે.
રાજસ્થાનમાં આખરે મંત્રીઓને વિભાગ સોંપાયા, ખજાનાની ચાવી CMએ પોતાની પાસે રાખી...
યૂનિવર્સલ બેઝીક પર ચર્ચા સંભવ, દરેક વ્યક્તિને સરકાર આપશે પગાર !...
આર્મી એર ડિફેન્સ હાલ એવા હૂમલાનો સામનો કરવા માટે L-70 Dvs ZU-23 એન્ટી એરક્રાફ્ટ ગનનો ઉપયોગ કરે છે. જો કે આ બંન્ને સિસ્ટમ ખુબ જ જુની થઇ ચુકી છે. આર્મી એર ડિફેન્સ આગળ વધતા ટેંકોને પણ દુશ્મનનાં હેલિકોપ્ટર અથવા ડ્રોનનાં હૂમલાથી સુરક્ષા આપે છે જેના માટે તુંગુશ્કા, શિલ્કા અને એવા જેવા ટ્રેક પર ચાલતી ભારે હથિયારોનો પણ ઉપયોગ કરે છે. જો કે આ હથિયાર માત્ર ટેંકોની રેજીમેન્ટ સાથે જ હોય છે.
ISISનાં મોડ્યુલમાં અનેક મૌલવીઓ અને વિદ્યાર્થીઓની સંડોવણી હતી....