Indian couple: પશ્ચિમ બંગાળના એક દંપતિએ પોતાના જ બાળક વેચી દીધું. બાળક વેચવા પાછળનું કારણ ચોંકાવનારું છે. દંપતીએ તેમના 8 મહિનાના બાળકને વેચી દીધું જેથી તેઓ રીલ બનાવવા માટે મોંઘો આઇફોન ખરીદી શકે. આ ચોંકાવનારી ઘટના પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બાળકની માતાની પહેલા જ ધરપકડ કરવામાં આવી છે. બાદમાં બાળકના પિતા જયદેવની પણ ધરપકડ કરવામાં આવી હતી જે અગાઉ ફરાર હતો.


Nose Shape: નાકનો શેપ ખોલી દે છે કોઇના પણ વ્યક્તિત્વના રહસ્યો, તમે પણ ચેક કરી જુઓ
ગટરમાં પણ પડી હોય આ વસ્તુઓ તો લઇ લેજો, કારણ કે ચપટીમાં ચમકી જશે નસીબ!


રસપ્રદ વાત એ છે કે જ્યારે દંપતીના પડોશીઓએ બાળક ન જોયું તો તેઓએ બાળક ક્યાં છે તે જાણવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કપલના વર્તનમાં અચાનક આવેલા બદલાવને જોઈને તેને પણ શંકા ગઈ. જ્યારે પડોશીઓ દ્વારા બાળકના ઠેકાણા વિશે પૂછવામાં આવ્યું ત્યારે દંપતીએ સ્વીકાર્યું કે તેઓએ પૈસાના બદલામાં તેમના પુત્રને વેચી દીધો હતો.


પર્સમાં આ વસ્તુ રાખશો તો મા લક્ષ્મી થઇ જશે નારાજ, ગરીબી ઘર કરી જશે, દેવુ વધશે
ધનના મામલે યાદગાર રહેશે ઓગસ્ટ, વરસશે એટલા રૂપિયા કે ગણી ગણીને થાકી જશો


આ દંપતી થોડા દિવસો પહેલા ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું અને અચાનક તેઓએ એક આઇફોન ખરીદ્યો અને રીલ બનાવવા માટે રાજ્યના વિવિધ ભાગોનો પ્રવાસ કરી રીલ બનાવી. 


Health Tips: હાથમાંથી છૂટતો નથી મોબાઇલ, તો થઇ જજો સાવધાન, ભારે પડી શકે છે આ ટેવ
સોનાની નગરી સાંભળ્યું હશે પણ આ છે સુવર્ણ જંગલ, સૂરજની રોશનીથી ચમકે છે સોનાની ખાણો


પોલીસને ઘટનાની જાણ થતાં જ ખારદહ વિસ્તારની એક મહિલા પાસેથી બાળકને છોડાવવામાં આવ્યો હતો. સ્પષ્ટ છે કે દંપતીએ મોબાઇલ ફોન ખરીદવા માટે તેમના પુત્રને આ મહિલાને વેચી દીધો હતો. પ્રિયંકા ઘોષ નામની મહિલાની પણ પોલીસે ધરપકડ કરી છે.


આ તારીખે છે પદ્મિની એકાદશી, આ એક કામ કરવાથી મળશે જીવનની સૌથી મોટી ખુશી!
ગરમીમાં પોલીસવાળાએ પહેર્યું 'AC જેકેટ', લોકોએ કહ્યું- આ તો જાપાની જુગાડ છે...


પડોશીઓનો આરોપ છે કે આ દંપતીને સાત વર્ષની પુત્રી છે અને તે ડ્રગ્સના સેવનમાં પણ સામેલ છે. દંપતી તેમની પુત્રીને પણ વેચવા માંગતા હતા.


સ્થાનિક કાઉન્સિલરના નિવેદન મુજબ, દંપતી તેમની પુત્રીને પણ વેચવા જઈ રહ્યું હતું. સ્થાનિક કાઉન્સિલર તારક ગુહાએ જણાવ્યું હતું કે, છોકરાને વેચ્યા બાદ જયદેવે શનિવારે મધરાતે છોકરીને પણ વેચવાનો પ્રયાસ કર્યો હતો. અમને સમજ પડતાં જ અમે પોલીસને જાણ કરી. પોલીસે જયદેવની ધરપકડ કરી છે.


દારૂથી પણ વધુ નશો કરે છે લાલ મધ, દુનિયાભરમાં ખૂબ છે ડિમાન્ડ, ફક્ત અહીં મળે છે
દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!
Web Series: આ 10 વેબસિરિઝ નથી જોઇ તો તમારી યુવાની છે નકામી, બોલ્ડનેસના મામલે પડાવે છે બૂમ


પોલીસ અધિકારીના નિવેદન મુજબ, તે સ્પષ્ટ નથી કે છોકરાને ગરીબીના કારણે વેચવામાં આવ્યો હતો કે અન્ય કોઈ કારણસર. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તપાસ ચાલુ છે અને મામલાને તમામ એંગલથી જોવામાં આવી રહ્યો છે.


કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ
Benefits of Banana: આ રીતે કરો કેળાનું સેવન, યાદશક્તિ અને આંખોની રોશની વધશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube