સોનાની નગરી સાંભળ્યું હશે પણ અહીં આવેલું છે સુવર્ણ જંગલ, સૂરજની રોશની પડતાં ચમકે છે સોનાની ખાણો

Peru Gold Mines: ગોલ્ડન ફોરેસ્ટની આ તસવીર પેરુના માદ્રે-દે-દીયોસ પ્રાંતની છે. તે એમેઝોનના વરસાદી જંગલોમાં સ્થિત એક રાજ્ય છે. આ આખો વિસ્તાર પાણીથી ભરેલી ખીણો, તળાવો, નદીઓ અને સ્ત્રોતોથી ભરેલો છે. અહીં તસવીરમાં ડાબી બાજુ ઈનામબારી નદી દેખાય છે.

સોનાની નગરી સાંભળ્યું હશે પણ અહીં આવેલું છે સુવર્ણ જંગલ, સૂરજની રોશની પડતાં ચમકે છે સોનાની ખાણો

Golden Forest: પેરુના  (Peru)એમેઝોનના જંગલોનો તાજેતરમાં અવકાશમાંથી ફોટો લેવામાં આવ્યો હતો. જ્યારે ફોટો ડેવલપ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે અહીં સોનાનું જંગલ (Gold Forest)છે. ચારે બાજુ માત્ર સોનું જ છે. આ તસવીર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં હાજર એક અવકાશયાત્રીએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ચક્કર લગાવીને લીધી છે. વાસ્તવમાં આ સોનાના જંગલની તસવીર નથી. તે એમેઝોનના જંગલ અને ગેરકાયદે સોનાની ખાણકામની સમસ્યાઓ દર્શાવે છે.

ગોલ્ડન ફોરેસ્ટની આ તસવીર પેરુના માદ્રે-દે-દીયોસ પ્રાંતની છે. તે એમેઝોનના વરસાદી જંગલોમાં સ્થિત એક રાજ્ય છે. આ આખો વિસ્તાર પાણીથી ભરેલી ખીણો, તળાવો, નદીઓ અને સ્ત્રોતોથી ભરેલો છે. અહીં તસવીરમાં ડાબી બાજુ ઈનામબારી નદી દેખાય છે. આ ઉપરાંત જંગલની વચ્ચે દેખાતા સોનાના રંગના ખાડાઓ ગેરકાયદેસર ખનન વિશે જણાવે છે. જંગલો કપાય છે. આ સુવર્ણ જંગલ લગભગ 15 કિલોમીટર લાંબુ છે.

સોનાની નદી જેવી દેખાતી ખાણ જુઓ
પેરુ વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો સોનાનું ઉત્પાદન કરતો દેશ છે. માદ્રે-દ-ડીઓસ સૌથી મોટું સ્વતંત્ર ખાણકામ કેન્દ્ર છે. આ ખાણકામને કારણે એમેઝોનના જંગલો કપાઈ રહ્યા છે. સોનું કાઢવાની પ્રક્રિયામાં મરકરીનો ઉપયોગ થાય છે. જેના કારણે ત્યાં પારાના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. નવાઈની વાત એ છે કે આ જંગલોમાંથી સોનું કાઢતા હજારો પરિવારો આ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે.

ધંધા-પર્યટન માટે બનાવાયો હતો હાઈવે 
તસવીરમાં નીચે એક નાનું શહેર દેખાઈ રહ્યું છે  નુએવા અરેક્વિપા છે. જે સધર્ન ઈન્ટરઓસેનિક હાઈવે પાસે  છે. આ હાઇવે વર્ષ 2011માં બનાવવામાં આવ્યો હતો. આ એકમાત્ર રસ્તો છે જે બ્રાઝિલને પેરુ સાથે જોડે છે. આ માર્ગ વેપાર અને પ્રવાસન માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે તેનો ઉપયોગ ગેરકાયદેસર ખાણકામ અને વનનાબૂદી માટે થઈ રહ્યો છે. આમાંના કેટલાક વિસ્તારો તમ્બોપાટા નેશનલ રિઝર્વ હેઠળ આવે છે. જ્યાં ખાણકામ પર પ્રતિબંધ છે.

સૂરજની રોશની પડતાં ચમકે છે સોનાની ખાણો
જ્યારે સૂર્યપ્રકાશ તેમના પર પડે છે, ત્યારે જંગલોની મધ્યમાં હાજર આ સોનાની ખાણો તેજસ્વી રીતે ચમકે છે. અવકાશમાંથી જોવામાં આવે તો એવું લાગે છે કે સોનાની નદી વહી રહી છે. તે ઉપરથી નદી જેવું લાગે છે પરંતુ તેમાં સોનાની ખાણના ખાડા છે. ચારે બાજુ માટી છે. પછી તેમની બાજુમાં જંગલ. આ ફોટો અવકાશમાંથી Nikon D5 ડિજિટલ કેમેરા વડે લેવામાં આવ્યો છે.

જંગલો કાપવાની સાથે પારાના પ્રદૂષણથી સમસ્યા વધી રહી છે
આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા એ છે કે અહીં સોના માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે. જેનું નુકસાન એમેઝોન અને તેની આસપાસ રહેતા સમુદાયોને થઈ રહ્યું છે. અહીં પૂર પ્રભાવિત વિસ્તારો પણ દેખાઈ રહ્યા છે. પારાના પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. કારણ કે મિથાઈલમરક્યુરીનો ઉપયોગ સોનાની ખાણકામ અને સફાઈ માટે થાય છે. તેઓ જંગલોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.

મરકરી એક મોટું ન્યુરોટોક્સિન છે, જે ઘણું નુકસાન કરે છે
મિથાઈલમરક્યુરી એક અતિ ઝેરી પદાર્થ છે. જે ન્યુરોટોક્સિન છે. તે તળાવો અને નદીઓ દ્વારા ફેલાય છે. સમગ્ર દક્ષિણ અમેરિકામાં મરકરીનું પ્રદૂષણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સાથે એમેઝોનના જંગલોમાં સોનાની ખાણને લઈને હિંસા થઈ રહી છે. 1990માં સોનાની ગેરકાયદેસર ખાણકામ માટે 16 યાનોમામી લોકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. 2020માં પણ બે યાનોમામી લોકો માર્યા ગયા હતા. ગેરકાયદેસર ખાણકામ કરતા લોકો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news