ઋષભ પંતની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ છે. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઋષભ પંત દિલ્હીથી રૂડકી સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો. જે સમયે તેણે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી. પંત હાલમાં હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતના પગમાં ફ્રેક્ચર થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માત સ્થળ પરથી જે તસવીરો સામે આવી છે તે દર્શાવે છે કે ઋષભ પંતની કાર તેજ ગતિએ ડિવાઈડરની રેલિંગ સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી. સ્થળ પર હાજર લોકોએ 108ની મદદથી પહેલા રૂડકી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. પંતને સારવાર માટે દિલ્હી રીફર કરવામાં આવ્યો છે. આ માર્ગ અકસ્માત NH-58 પર મેંગલોર કોતવાલી વિસ્તારમાં થયો હતો. ઋષભ પંતની કાર એટલી સ્પીડથી ટકરાઈ કે ટક્કર બાદ તે હવામાં ઉછળીને ડિવાઈડરના પોલ સાથે અથડાઈ અને રોડની બીજી બાજુ પર પડી. કાર અથડામણના સ્થળેથી લગભગ 100 મીટર દૂર પડી હતી.


Rishabh Pant ને નડ્યો ગંભીર અકસ્માત, કાર બળીને ખાખ, પંત હોસ્પિટલમાં દાખલ


video:પંતની કાર અનેક પલટીઓ મારી ગઈ, યુવકોએ બચાવવાને બદલે કર્યું એવું કામ કે....



અકસ્માત બાદ ઋષભ પંતની કારમાં આગ લાગી હતી અને કાર સંપૂર્ણપણે બળીને રાખના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી. જેણે પણ ઋષભ પંતની કારની હાલત જોઈ છે તેને આ અકસ્માતની તીવ્રતાનો અંદાજ આવી શકે છે. કાર જે રીતે હાલતમાં છે તે જોતા લાગે છે કે અકસ્માત સમયે કારની સ્પીડ ઘણી વધારે હતી. ઘટનાસ્થળે હાજર લોકોની તાત્કાલિક સક્રિયતાને કારણે કાર સળગી જાય તે પહેલાં ઋષભ પંતને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. હાલમાં ઋષભને ગંભીર ઈજાઓ થઈ છે.