ભારતીય અર્થતંત્ર 2020માં 7.2 ટકાના દરે વિકાસ કરશેઃ IMF
ઈન્ટનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા ભારતીય અર્થતંત્રના વિકાસ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંની નોંધ લીધી છે અને તેના આધારે અનુમાન વ્યક્ત કર્યું છે કે આગામી વર્ષે ભારતીય અર્થતંત્ર 7.2 ટકાના દર વિકાસ કરશે
નવી દિલ્હીઃ ઈન્ટનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા ભારતીય અર્થતંત્રના વિકાસ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંની નોંધ લીધી છે અને તેના આધારે અનુમાન વ્યક્ત કર્યું છે કે આગામી વર્ષે ભારતીય અર્થતંત્ર 7.2 ટકાના દર વિકાસ કરશે. ઉલ્લેખનીય છે કે, આઈએમએફએ 2019 માટે ભારતીય અર્થતંત્રનો દર 7 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું.
આઈએમએફે વર્ષ 2019માં વૈશ્વિક વિકાસ દર 3.2 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું, જેની સામે ભારતીય અર્થતંત્રના વિકાસનો દર 7 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. જોકે, હવે વર્ષ 2020માં ભારતીય અર્થતંત્રમાં સુધારો થશે તેવું IMFનું માનવું છે અને આ કારણે જ તેણે આગામી વર્ષનો અનુમાનિત વિકાસ દર વધારી દીધો છે.
છેલ્લા બે વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ધીમો રહેવા પાછળનું કારણ દર્શાવતા IMFએ જણાવ્યું હતું કે, "છેલ્લા બે વર્ષના વિકાસ દરમાં 0.3 ટકાનો ઘટાડો કરવા પાછળનું કારણ એ હતું કે, દેશમાં અપેક્ષા કરતાં ઘરેલુ માગ નબળી રહેવાની હતી."
PM મોદીને મળવા સંસદમાં પહોંચ્યો તેમનો 'ખાસ મિત્ર', ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટોઝ....
અત્યારે સમગ્ર વિશ્વમાં ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે. તાજેતરમાં IMF દ્વારા જે અનુમાન વ્યક્ત કરાયું છે તેની પાછળનું મુખ્ય કારણ દેશમાં લેવામાં આવેલા અનેક મહત્વનાં નિર્ણયો છે. માર્ચ, 2019માં જ IMF દ્વારા ભારતમાં થઈ રહેલા ઝડપી આર્થિક સુધારાઓની નોંધ લીધી હતી અને આ માટે સરકારને શ્રેય પણ આપ્યું હતું.
આ અંગે IMFના કમ્યુનિકેશન ડિરેક્ટર ગેરી રાઈસે જણાવ્યું હ તું કે, "દેશમાં મહત્વના સુધારા લાગુ કરવામાં આવ્યા છે અને આ ઊંચો વિકસદર જાળવી રાખવા માટે હજુ વધુ સુધારાની જરૂર જણાઈ રહી છે. ભારતે તેની પાસે રહેલી વસ્તીનો ભરપૂર લાભ ઉઠાવાની જરૂર છે."
જોકે, જે પ્રકારને વૈશ્વિક વેપારમાં તણાવ વધતો જઈ રહ્યો છે તેના કારણે ભવિષ્ય એટલું ઉજળું જણાતું નથી, પરંતુ ઘરેલુ દૃષ્ટિએ ભારતીય અર્થતંત્ર તેની ઝડપ જાળવી રાખશે એવું લાગી રહ્યું છે.
જૂઓ LIVE TV...