PM મોદીને મળવા સંસદમાં પહોંચ્યો તેમનો 'ખાસ મિત્ર', ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટોઝ....

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નાના બાળકો જ્યારે પણ મળી જાય ત્યારે તેમના પર વ્હાલ વરસાવાનું ચુકતા નથી અને અગાઉ તેમની આવી અનેક તસવીરો જોવા મળી છે 
 

PM મોદીને મળવા સંસદમાં પહોંચ્યો તેમનો 'ખાસ મિત્ર', ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટોઝ....

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નાના બાળકો જ્યારે પણ મળી જાય ત્યારે તેમના પર વ્હાલ વરસાવાનું ચુકતા નથી અને અગાઉ તેમની આવી અનેક તસવીરો જોવા મળી છે. નાનકડા ભુલકાને જોતાં જ વડાપ્રધાન મોદીનો ચહેરો ખીલી ઉઠતો હોય છે. પીએમ મોદીના સોશિયલ એકાઉન્ટ પર અનેક વખત આપણે એવી તસવીરો જોઈ છે જેમાં તેઓ કોઈ બાળકના ગાલ પર હાથ ફેરવતા હોય છે તો પછી કોઈના કાન પકડીને ખેંચતા હોય છે. આવો એક ફોટો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર બે ફોટો શેર કર્યા છે, જેમાં તેઓ એક નાનકાડ ભુલકાંને લાડ લડાવી રહ્યા છે. આ બાળક પણ તેમની સાથે મસ્તીના મૂડમાં હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 

A post shared by Narendra Modi (@narendramodi) on

પીએમ મોદીએ મંગળવારે બપોરે લગભગ 2.45 કલાકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ બાળક સાથેની તસવીરો શેર કરી હતી. જેમાં તેમણે કેપ્શન તરીકે લખ્યું છે કે, "મારો એક ખુબ જ અંગત મિત્ર આજે સંસદમાં મને મળવા આવ્યો છે." જોકે, પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લખેલા કેપ્શનમાં તેમનો આ 'ખાસ મિત્ર' કોણ છે તેનું નામ લખ્યું ન હતું. પીએમ મોદીએ શેર કરેલા આ ફોટોને સાંજે 5 વાગ્યા સુધીમાં 13 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા હતા. 

વડાપ્રધાન મોદી જ્યારે બાળકને રમડતા હતા ત્યારે તેમના ટેબલ પર બાળક માટે કેટલીક ચોકલેટ પણ મુકેલી છે. આ બાળક પણ ચોકલેટો જોઈને અત્યંત ઉત્સાહિત થઈ ગયું અને તેને લેવા માટે હાથ હલાવતું હતું. પછી બાળક જે ડીશમાં ચોકલેટો મુકી હતી તેને હાથમાં લઈને રમવા લાગ્યું અને વડાપ્રધાન સાથે મસ્તી કરવા લાગ્યું હતું. 

જોકે, તસવીર પોસ્ટ થયાના થોડા કલાક પછી જ પીએમ મોદીના આ 'અંગત મિત્ર'ના નામનો ખુલાસો થઈ ગયો હતો. સમાચાર એજન્સી ANIએ બીજો એક ફોટો શેર કર્યો છે, જેમાં પીએમ મોદી આ બાળકના માતા-પિતા અને દાદા સાથે જોવા મળી રહ્યા છે. હકીકતમાં આ બાળક ભાજપના સાંસદ સત્યનારાયણ જતિયાનો પૌત્ર છે. જે તેના દાદાની સાથે સંસદમાં પહોંચ્યો હતો. 

— ANI (@ANI) July 23, 2019

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news