ભારતમાં કેટલીક ગેમ્સની ગેમ ઓવર થવાની તૈયારી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશમાં ત્રણ પ્રકારની ગેમ્સને સંપૂર્ણ રીતે બેન કરવાની તૈયારી કરી રહી છે. ઓનલાઈન ગેમિંગ દ્વારા ધર્મ પરિવર્તનના મુદ્દે ચંદ્રશેખરે કહ્યું કે કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગને લઈને ફ્રેમવર્ક તૈયાર કરી લીધુ છે. તેમણે કહ્યું કે સરકાર એ ગેમ્સને ભારતમાં બેન કરશે જેમાં સટ્ટાબાજી સામેલ છે કે પછી યૂઝર્સ માટે હાનિકારક બની શકે છે કે પછી જેમાં લત લાગવાનું જોખમ રહેલું છે. જો કોઈ પણ ગેમમાં આમાંથી કોઈ પણ કારણ મળી આવ્યું તો તેને બેન કરી દેવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રીએ કહ્યું કે નિયમોને નોટિફાય કરાતી તારીખથી 90 દિવસની અંદર યોગ્ય ગેમને મંજૂરી આપનારા સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશનનું ગઠન થવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આગામી 90 દિવસમાં જેમ કે અમે એસઆરઓની પ્રતિક્ષા કરી રહ્યા છીએ, સરકાર તેના પર નિર્ણય લેશે કે શું યોગ્ય છે અને શું નહીં. 


હાલ એઆઈથી નોકરીઓને જોખમ નથી
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટીના MoS એ એ પણ ઉલ્લેખ કર્યો કે સરકાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કે કોઈ અન્ય ટેક્નોલોજીને યૂઝર્સને નુકસાન પહોંચાડવાના દ્રષ્ટિકોણથી રેગ્યુલેટ કરશે. એઆઈના ડેવલપમેન્ટથી નોકરી છૂટવાના ડરને દૂર કરતા મંત્રીએ કહ્યું કે આગામી કેટલાક વર્ષોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી નોકરીઓને કોઈ જોખમ નહીં રહે. પરંતુ તે 5-7 વર્ષ બાદ થઈ શકે છે. 


ચોમાસામાં ફરવા જવા માટે ગુજરાતનું આ સુપર્બ સ્થળ, Photos જોઈને મોહી જશો


ગુજરાત તરફ આવી રહેલું વાવાઝોડું 'બિપરજોય' કેમ અત્યંત ઘાતક ગણાઈ રહ્યું છે? ખાસ જાણો


ગુજરાતને ધમરોળવા આતુર બનેલા 'બિપરજોય' નામનો અર્થ ખાસ જાણો, ગંભીરતા ખબર પડી જશે


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube