Cyclone Biparjoy: ગુજરાતને ધમરોળવા આતુર બનેલા 'બિપરજોય' નામનો અર્થ ખાસ જાણો, ગંભીરતા ખબર પડી જશે

ચક્રવાતી  તોફાન બિપરજોયનું જોખમ કાંઠા વિસ્તારોમાં તોળાઈ રહ્યું છે. રવિવારે સવારે તે ખુબ જ ખતરનાક ચક્રવાતી તોફાનમાં  (VSCS) માં ફેરવાઈ ગયું. બિપરજોયના કારણે 15 જૂનના રોજ ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ભૂસ્ખલનની પણ આશંકા સેવાઈ રહી છે. તોફાનને જોતા ગુજરાતના અનેક જિલ્લાઓમાં અલર્ટ જાહેર કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે બપોરે બિપરજોય અંગે સમીક્ષા કરી. આખરે બિપરજોય શું છે? વાવાઝોડાનું નામ બિપરજોય કેમ પડ્યું?

Cyclone Biparjoy: ગુજરાતને ધમરોળવા આતુર બનેલા 'બિપરજોય' નામનો અર્થ ખાસ જાણો, ગંભીરતા ખબર પડી જશે

ચક્રવાતી  તોફાન બિપરજોયનું જોખમ કાંઠા વિસ્તારોમાં તોળાઈ રહ્યું છે. રવિવારે સવારે તે ખુબ જ ખતરનાક ચક્રવાતી તોફાનમાં  (VSCS) માં ફેરવાઈ ગયું. બિપરજોયના કારણે 15 જૂનના રોજ ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ભૂસ્ખલનની પણ આશંકા સેવાઈ રહી છે. તોફાનને જોતા ગુજરાતના અનેક જિલ્લાઓમાં અલર્ટ જાહેર કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે બપોરે બિપરજોય અંગે સમીક્ષા કરી. આખરે બિપરજોય શું છે? વાવાઝોડાનું નામ બિપરજોય કેમ પડ્યું? તોફાનને કઈ રીતે નામ અપાય છે. તોફાનને નામ આપવાની શરૂઆત ક્યાંથી થઈ. વિગતો ખાસ જાણવા જેવી છે. 

બિપરજોય શું છે?
અરબી સમુદ્રમાં આ વર્ષે ઉઠેલા પહેલા વાવાઝોડાને બિપરજોય નામ આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસો અરબી સમુદ્રમાં રહ્યા બાદ આ ચક્રવાતી તોફાન છ જૂનના રોજ ગંભીર શ્રેણીમાં ફેરવાઈ ગુયં. ત્યારબાદ આ સાઈક્લોનને બિપરજોય નામ આપવામાં આવ્યું. બિપરજોય બાંગ્લા ભાષાનો શબ્દ છે. જેનો અર્થ થાય છે 'આફત'. આ ખતરનાક બની રહેલા તોફાનને બિપરજોય નામ બાંગ્લાદેશ દ્વારા જ આપવામાં આવ્યું છે. 

કોણ આપે છે તોફાનનું નામ
આ ચક્રવાતનું નામકરણ વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) દ્વારા જારી કરાયેલા આદેશ પ્રમાણે કરાયું હતું. હકીકતમાં જ્યારે એક જ સ્થળ પર અનેક તોફાન સક્રીય થાય છે ત્યારે આવી સ્થિતિમાં ભ્રમણને રોકવા માટે WMO ના નિર્દેશો મુજબ ચક્રવાતોનું નામ કરણ થાય છે. આ આદેશ હેઠળ છ ક્ષેત્રીય વિશિષ્ટ હવામાન વિજ્ઞાન કેન્દ્ર  (RSMCs)  અને પાંચ ક્ષેત્રીય ઉષ્ણકટિબંધીય તોફાન ચેતવણી કેન્દ્રો (TCWCs) ને સલાહ જારી કરવા અને દુનિયાભરમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ આપવા માટે અધિકૃત કરાયા છે. 1950ના દાયકા પહેલા તોફાનનું કોઈ નામ નહતું રહેતું. 

એટલાન્ટિંક ક્ષેત્રમાં ચક્રવાતોનું નામકરણ  કરવાની શરૂઆત 1953ની એક સંધિથી થઈ.  જ્યારે હિન્દ મહાસાગર ક્ષેત્રના આઠ દેશોએ ભારતની પહેલ પર આ તોફાનનું નામકરણ કરવાની વ્યવસ્થા વર્ષ 2004માં શરૂ કરી. આ આઠ દેશોમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, થાઈલેન્ડ અને શ્રીલંકા સામેલ છે. વર્ષ 2018માં ઈરાન, કતાર, સાઉદી અરબ, યુએઈ, અને યમનને પણ તેમાં જોડવામાં આવ્યા. જો કોઈ તોફાન આવવાની આશંકા બને તો આ 13 દેશોએ ક્રમ મુજબ નામ આપવાના હોય છે. 

કેવી રીતે અપાય નામ
કોઈ પણ તોફાનને નામ આપવા માટે વર્ણમાલા પ્રમાણે એક લિસ્ટ બનેલું હોય છે. જો કે તોફાન માટે Q, U, X, Y, Z અક્ષરોથી શરૂ થનારા નામનો ઉપયોગ થતો નથી. એટલાન્ટિંક અને પૂર્વ ઉત્તર પ્રશાંત ક્ષેત્રમાં આવતા તોફાનોનું નામ આપવા માટે છ સૂચિ બનેલી છે અને તેમાંથી એક નામ પસંદ થાય છે. એટલાન્ટિંક ક્ષેત્રમાં આવનારા તોફાનો માટે 21 નામ છે. 

આ ફોર્મ્યૂલાનો પણ થાય છે ઉપયોગ
તોફાનોના નામકરણ માટે ઓડ ઈવન ફોર્મ્યૂલાનો પણ ઉપયોગ થાય છે. ઈવન વર્ષ જેમ કે જો 2002, 2008, 2014 માં તોફાન આવ્યું તો તેને એક પુલિંગ નામ અપાય છે. જ્યારે ઓડ વર્ષ જેમ કે 2003, 2005, 2007માં જો તોફાન આવ્યું તો તેને એક સ્ત્રીલિંગ નામ અપાય છે. એક નામને છ વર્ષની અંદર ફરીથી વાપરી શકાય નહીં. જ્યારે જો કોઈ તોફાને ખુબ જ તબાહી મચાવી હોય તો પછી તેનું નામ હંમેશા માટે હટાવી દેવાય છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, મ્યાંમાર, ઓમાન અને માલદીવે તોફાનોના નામનું લિસ્ટ બનાવીને વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠનને સોંપ્યુ છે. જ્યારે આ  દેશોમાં ક્યાંય પણ તોફાન આવે તો તે નામોની વારાફરતી પસંદગી થાય છે. આ વખતે નામ આપવાનો વારો બાંગ્લાદેશનો હતો આથી બાંગ્લાદેશના સૂચન પર આ વખતે તોફાનનું નામ બિપરજોય રાખવામાં આવ્યું. આ સૂચિ આગામી 25 વર્ષ માટે બનાવવામાં આવે છે. 25 વર્ષ માટે બનેલી આ સૂચિને બનાવતી વખતે એવું માનવામાં આવે છે કે દર વર્ષે ઓછામાં ઓછા પાંચ ચક્રવાત આવશે. આ આધારે સૂચિમાં નામોની સંખ્યા નક્કી કરાય છે. 

બિપરજોય અંગે શું છે ચેતવણી
જેમ જેમ બિપરજોય આગળ વધી રહ્યું છે તેમ તેમ તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ચેતવણી આપી છે. હવામાન વિભાગનું માનીએ તો સાયક્લોન બિપરજોય 14 તારીખની સવાર સુધીમાં લગભઘ ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારબાદ તે ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને સૌરાષ્ટ્ર તથા કચ્છને પાર કરીને 15 જૂન બપોર સુધીમાં જખૌ બંદર પાસે માંડવી અને કરાચી વચ્ચે પાકિસ્તાનના કાંઠાને પાર કરશે. આ દરમિયાન પવનની ગતિ 125થી 135 કિમી પ્રતિ કલાકથી લઈને 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

સરકારની તૈયારી
કચ્છના માંડવી અને કરાચી વચ્ચે ટકરાનારા આ ચક્રવાત બિપોરજોયને લઈને NDRF ની 7 ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરાઈ છે. હવામાન વિભાગનું માનીએ તો આ ચક્રવાતથી પોરબંદર, દ્વારિકા, જામનગર, કચ્છ, મોરબી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. લો લાઈન વિસ્તાર, સમુદ્ર કિનારે રહેતા લોકોનું સ્થળાંતર આજથી શરૂ કરવામાં આવશે. સમગ્ર કાંઠા વિસ્તારોમાં 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવશે. ગુજરાત સરકારે અલગ અલગ મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. મંત્રી ઋષિકેશ પ ટેલ અને પ્રફૂલ પાનસુરીયાને કચ્છ, હર્ષ સંઘવીને દેવભૂમિ દ્વારકા, મુળુ બેરાને જામનગરની જવાબદારી સોંપાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news