નવી દિલ્લીઃ દિલ્લી મેટ્રોએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે,  મેટ્રોના કર્મચારી પ્રફુલ સિંહે માત્ર 16 કલાકમાં 348 કિલોમીટર કાપીને 254 સ્ટેશનો કવર કર્યા છે. પ્રફુલે આ યાત્રે 29 ઓગષ્ટ 2021ના દિવસે શરૂ કરી હતી. દિલ્લી મેટ્રોએ દાવો કર્યો છે કે ડીએમઆરસીના એક કર્મચારીએ દરેક મેટ્રો સ્ટેશનો પર સૌથી ઝડપથી યાત્રા કરવાનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બાનાવ્યો છે. પોતાના સોશિયલ મીડિયા હોન્ડલ પર પોસ્ટમાં, દિલ્લી મેટ્રોએ એક મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભા રહેવા દરમિયાન કર્મચારીનો એક ફોટો શેર કર્યો. જેમાં રેકોર્ડ બનાવવામાં આવ્યો તોનો પત્ર તેના હાથમાં હતો.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રફુલ્લસિંહે કંઈક આવું જણાવ્યું-
ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસની વેબસાઈટે પ્રફુલ સિંહની પોસ્ટ શેર કરી જે અંગે પ્રફુલે જણાવ્યું કે, ' હું લાંબા સમયથી દિલ્લી મેટ્રોનો ઉપયોગ કરી રહ્યો છું. જે કારણથી મને દરેક લાઈનો વિશેની જાણકારી છે. મારો પ્લાન હતો કે મારે કયા સ્ટેશન અને લઈનથી શરૂ કરવાનું છે પૂર્ણ કરવાનું છે જેથી સમયથી પહેલા હું પોતાનો રેકોર્ડ પૂર્ણ કરી શકું.