નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના વધતા કેસ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ને પત્ર લખી દેશભરમાં તે તમામ લોકોને રસીકરણમાં સામેલ કરવાનું સૂચન કર્યું છે જેની ઉંમર 18 વર્ષથી વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેક્સીનેશન ડ્રાઇવ બની ઝડપી
દેશમાં છેલ્લા ત્રણ દિવસથી દરરોજ કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના 90 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,26,86,049 પર પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા દેશમાં સંક્રમણના  1,03,558 નવા કેસ નોંધાયા હતા. આ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસિસોએશને પીએમ મોદીને પત્ર લખી કહ્યું, 'હાલના સમયમાં આપણે 45 વર્ષથી વધુ ઉંમરના લકોનું રસીકરણ કરી રહ્યાં છીએ. સંક્રમણની બીજી લહેરમાં તેજી જોતા અમારૂ સૂચન છે કેરસીકરણ અભિયાનની રણનીતિને તત્કાલ પ્રભાવથી યુદ્ધના ધોરણે વધારવામાં આવે.'


આ પણ વાંચોઃ ભાજપ દરેક મોટા નેતાઓ સામાન્ય સ્થિતિમાંથી ઉપર આવ્યા, આ રહ્યો સૌથી મોટો પુરાવો


ફ્રી અને નજીક મળે રસી
ડોક્ટરોના સંગઠન IMA એ કહ્યું- કોવિડ 19 રસીકરણ અભિયાન (Covid-19 Vaccination Drive) ના સંબંધમાં અમારી સલાહ છે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસીકરણની મંજૂરી આપવામાં આવે અને કોવિડ રસીકરણ  (Covid Vaccination) ની સુવિધા દરેક વ્યક્તિ માટે ફ્રી તથા નજીકના સ્થળ પર હોવી જોઈએ. આઈએમએએ તે પણ સૂચન કર્યું કે, ખાનગી ક્લીનિકોને પ્રાઇવેટ હોસ્પિટલોની સાથે સક્રિય રૂપથી રસીકરણ અભિયાનમાં સામેલ કરવા જોઈએ.


વેક્સિનેશન ટાસ્ક ફોર્સની થાય રચના
સંગઠને સૂચન કર્યું છે કે જાહેર સ્થળો પર એન્ટ્રી અને સામાન લેવા માટે વેક્સિનેશન સર્ટિફિકેટ જરૂરી કરી દેવું જોઈએ. આઈએમએએ કહ્યું કે, મહામારીની બીજી લહેર રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. બધા ડોક્ટરોની પાસે રસી હશે તો વેક્સિનેશન ડ્રાઇવ માટે સારૂ રહેશે. સંગઠને મોટા પાયે રસીકરણ લાગૂ કરવા અને વિશ્વાસ માટે સાહેર તથા ખાનગી ભાગીદારીની સાથે જિલ્લા સ્તર પર વેક્નિનેશન ટાસ્ક ફોર્સની રચના કરવાનું સૂચન કર્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube