નવી દિલ્હી : કોરોના વૈક્સીનની સામે લોન્ચ કરવામાં આવેલી પતંજલિ કોરોનિલ પર વિવાદ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો. ગત્ત દિવસોમાં દાવો કરવામાં આવ્યો કે, કોરોનિલને વિશ્વ સ્વાસ્થય સંગઠન પાસેથી સર્ટિફિકેટ મળી ચુક્યું છે, હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા તે અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સીધા દેશનાં સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ષન પાસે જવાબ માંગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશ CM ને ડંપરસિંહ ચૌહાણ કહેનારા કોંગ્રેસી ધારાસભ્યની ફેક્ટરી પર IT ના દરોડા


યોગગુરૂ રામદેવ દ્વારા 19 ફેબ્રુઆરીના રોજ દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના આયુષ મંત્રાલયે કોરોનિલને સર્ટિફિકેટ આપી દીધું છે. જે WHO ના સર્ટિફિકેશનની સ્કીમનો હિસ્સો છે. સોમવારે IMA દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો. IMA નું કહેવું છે કે, WHO સર્ટિફિકેટનો દાવો ખોટો છે અને તેવામાં સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને સ્પષ્ટતા કરવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ WHO દ્વારા પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે, તેમણે કોઇ દેશી દવાને મંજુરી આપી નથી. ત્યાર બાદ બબાલ થઇ હતી. 


PM Modi નો હેલ્થ વેબિનારમાં સંદેશ, દેશને સ્વસ્થય રાખવા માટે આ 4 મોર્ચાઓ પર કામ કરી રહી છે સરકાર


WHO એ ટ્વીટ બાદ પતંજલિના આચાર્ય બાલાકૃષ્ણ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. બાલકૃષ્ણ તરફતી કહેવાયું કે, કોરોનિલને ભારત સરકારનાં DCGI દ્વારા COPP સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તેવામાં WHO નું કોઇ દવાને મંજુરી આપવાનો કોઇ જ રોલ નથી. આ વિવાદ અંગે IMA દ્વારા માંગ કરવામાં આવી છે કે, દેશનાં સ્વાસ્થય મંત્રી તરીકે ડૉ. હર્ષવર્ધને જણાવવું જોઇએ કે તેમણે આ પ્રકારની કોઇ દવાને રિલીઝ થવા માટેની મંજુરી કયા કારણથી આપી. હર્ષવર્ધને આ અંગે વિસ્તૃત માહિતી આપવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, જ્યારે યોગ ગુરૂ રામદેવ, આચાર્ય બાલકૃષ્ણએ 19 ફેબ્રુઆરીએ કોરોનિલને ફરી લોન્ચ કરી હતી, ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube