મધ્યપ્રદેશ CM ને ડંપરસિંહ ચૌહાણ કહેનારા કોંગ્રેસી ધારાસભ્યની ફેક્ટરી પર IT ના દરોડા

  આવક વિભાગે મધ્યપ્રદેશના બૈતૂલ ખાતે સોયા ઉત્પાદન બનાવનારા એક ગ્રુપનાં પરિસરમાં સર્ચ ઓપરેશનમાં 450 કરોડ રૂપિયાની અઘોષિત આવકની માહિતી મળી છે. વિભાગે 18 ફેબ્રુઆરીએ બૈતુલ, સતના, મુંબઇ, શોલાપુર અને કોલકાતામાં 22 સ્થળો પર દરોડા પાડ્યા. આ દરોડા બૈતુલના કોંગ્રેસી ધારાસભ્ય નિલય ડાગા અને તેના પરિવારજનોનાં સ્થળો પર પાડવામાં આવ્યા હતા. પીઆઇબીના સમાચાર અનુસાર દરોડામાં 8 કરોડ રૂપિયાની રોકડ અને 44 લાખથી વધારેની વિદેશી મુદ્રા જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 9 બેંક લોકરને પણ સીલ કરવામાં આવ્યા છે. 
મધ્યપ્રદેશ CM ને ડંપરસિંહ ચૌહાણ કહેનારા કોંગ્રેસી ધારાસભ્યની ફેક્ટરી પર IT ના દરોડા

નવી દિલ્હી :  આવક વિભાગે મધ્યપ્રદેશના બૈતૂલ ખાતે સોયા ઉત્પાદન બનાવનારા એક ગ્રુપનાં પરિસરમાં સર્ચ ઓપરેશનમાં 450 કરોડ રૂપિયાની અઘોષિત આવકની માહિતી મળી છે. વિભાગે 18 ફેબ્રુઆરીએ બૈતુલ, સતના, મુંબઇ, શોલાપુર અને કોલકાતામાં 22 સ્થળો પર દરોડા પાડ્યા. આ દરોડા બૈતુલના કોંગ્રેસી ધારાસભ્ય નિલય ડાગા અને તેના પરિવારજનોનાં સ્થળો પર પાડવામાં આવ્યા હતા. પીઆઇબીના સમાચાર અનુસાર દરોડામાં 8 કરોડ રૂપિયાની રોકડ અને 44 લાખથી વધારેની વિદેશી મુદ્રા જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 9 બેંક લોકરને પણ સીલ કરવામાં આવ્યા છે. 

આ સમુહે કોલકાતા ખાતે શેલ કંપનીઓ પાસેથી મોટા પ્રીમિયમ દ્વારા શેર મુડી દ્વારા 259 કરોડ રૂપિયાની બેનામી આવક મળી આવી છે. આવકવેરા વિભાગની કાર્યવાહીની તપાસમાં આવેલી કંપનીઓના કર્તાધર્તાએ જે કંપની સાથે વેચાણનો દાવો કર્યો હતો. તેનું અસ્તિત્વ જણાવાયેલા એડ્રેસ પર નથી મળ્યું. આ સાથે જ જાહેર સંપત્તીમાં 52 કરોડ રૂપિયા અંગે માહિતી મળી છે. કંપની તરપતી દાવો કરવામાં આવ્યો છે કે, આ તેમનો નફો છે પરંતુ તપાસમાં સામે આવ્યું કે લાભ જે કંપનીઓ દ્વારા થયો હોવાનું દર્શાવ્યું છે તેમાંથી અનેક તેમના જ કર્મચારીઓનાં નામે છે. તે કંપનીના ડાયરેક્ટર્સ ને માહિતી પણ નહોતી કે આ પ્રકારનું કોઇ ટ્રાન્ઝેક્શન પણ થયું છે. 

27 કરોડ રૂપિયાની આવક શેર વેચીને કરી હોવાનું જણાવાયું છે. જો કે શેરની ખરીદી વેચાણ કોલકાતા ખાતેની શેલ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે. તેમાં પણ શેરની ખરીદી અને વેચાણમાં નિયમોનું પાલન થયું નથી. વિભાગે ડિજિટલ મીડિયા સ્વરૂપે અનેક પુરાવાઓ જપ્ત કર્યા છે. આ ઉપરાંત લેપટોપ, હાર્ડ ડ્રાઇવ, પેન ડ્રાઇવ સહિતના અનેક મુદ્દે હજી પણ તપાસ ચાલી રહી છે.

નિલય ડાગા પ્રદેશનાં મોટા તેલ વેપારીઓ પૈકીનાં એક છે. પોતાનાં નિવેદનોના કારણે વારંવાર ચર્ચામાં રહે છે. ગત્ત જુનમાં તેમણે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને ડંપર સિંહ ચૌહાણ કહ્યા હતા. નિલય ડાગાના પિતા વિનોદ ડાગા પણ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુક્યા છે. ડાગાનો વ્યાપાર એમપી ઉપરાંત, મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પણ વ્યાપ્ત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news