નવી દિલ્હી: ભારતમાં 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo છોડી દીધું છે. આ ચીની માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પીએમ મોદી 2015થી જોડાયેલા હતા. Weibo પર પીએમ મોદીની 115 પોસ્ટ હતી. તેમને મેન્યુઅલ રીતે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 113 પોસ્ટોને દૂર કરી દીધી છે. જ્યારે બે પોસ્ટ હજુ પણ છે જેને આજે હટાવી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે Weibo પર પીએમ મોદીના 244,000 ફોલોવર્સ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર વીઆઇપી ખાતા માટે, Weibo છોડવાની પ્રતિક્રિયા ખૂબ લાંબી અને જટીલ છે એવામાં પીએમ મોદીને આ સાઇટ છોડવામાં થોડો સમય લાગ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના Weibo છોડવાની પ્રક્રિયા પહેલાં શરૂ કરવામાં આવી હતી પરંતુ ચીને તેની પરવાનગી આપવામાં ઘણો સમય લગાવ્યો. 


Weibo પર મોદીના 115 પોસ્ટ હતી. તેમણે મેન્યુઅલ રૂપથી નિર્ણય લેવામાં આવ્યો અને 113 પોસ્ટને દૂર કરવામાં આવી છે. બાકી બે પોસ્ટ એવી હતી, જેમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ફોટા હતા. ભારતીય અધિકારીઓને Weibo એ જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિના ફોટો પોસ્ટને દૂર કરાવવા મુશ્કેલ છે. તેનું કારણ એ છે કે બે પોસ્ટોને દૂર કરવામાં સમય લાગ્યો. જોકે હવે તેને દૂર કરવામાં આવ્યા છે. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube