Assembly Election News: લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે. દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓની તમામ તૈયારીઓને પુરી કરી દેવાઈ છે. આજે ચૂંટણીપંચ પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના મતદાનની તારીખો જાહેર કરવામાં આવી. કેન્દ્રીય ચૂંટણીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. જેમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ સહિત કુલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, આ ચૂંટણીની તૈયારીઓ છેલ્લાં છ મહિનાથી ચાલતી હતી. તેના માટે અમે દરેક રાજ્યોની મુલાકાત લીધી છે અને દરેક રાજકીય દળો સાથે ચર્ચા પણ કરી હતી. એટલું જ નહીં અમે નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજવા માંગીએ છીએ. તેના માટે અમે અમારા તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે વધુમાં જણાવ્યું કે, પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામો એક સાથે 3 ડિસેમ્બરના રોજ આવશે. છત્તીસ ગઢમાં બે તબક્કામાં મતદાન કરવામાં આવશે. આ ઉપરાંત બાકીના ચાર રાજ્યોમાં એક તબક્કામાં જ મતદાન થશે. મિઝોરમમાં 7 નવે., મધ્યપ્રદેશમાં 7 નવે., રાજસ્થાનમાં 23 નવે., તેલાંગણામાં 30 નવે., જ્યારે છત્તીસ ગઢમાં બે તબક્કામાં 7 નવે., અને 17 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. 30 ઓક્ટોબર સુધીમાં મતદાર યાદીમાં બદલાવ, ફેરફાર કે સુધારા વધારા કરી શકાશે. ઓનલાઈન પણ આ પ્રક્રિયા શકશે.


5 રાજ્યોમાં મતદાનની તારીખો જાહેરઃ


મિઝોરમ
7 નવેમ્બર  મતદાન
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ


છત્તીસ ગઢ
બે તબક્કામાં મતદાન
7 નવેમ્બર, 17 નવેમ્બર
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ


મધ્ય પ્રદેશ
7 નવેમ્બર
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ


રાજસ્થાન
23 નવેમ્બર- મતદાન
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ


તેલંગણા
30 નવેમ્બર
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ


કયા રાજ્યોમાં કુલ કેટલી વિધાનસભા બેઠકો છે?
રાજ્ય        કુલ બેઠકો
રાજસ્થાન        200
મધ્ય પ્રદેશ        230
છત્તીસગઢ        90    
તેલાંગણા        119    
મિઝોરમ        40


5 રાજ્યોમાં કુલ કેટલી બેઠકો છે?
તમામ પાંચ રાજ્યોની કુલ બેઠકોની વાત કરીએ તો 679 કુલ વિધાનસભા બેઠકો છે. 


5 રાજ્યોના મતદારોની સંખ્યા કેટલી?
5 રાજ્યોમાં 16.1 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં પાંચેય રાજ્યોના મળીને કુલ  8.2 કરોડ પુરુષ મતદારો છે, જ્યારે  7.8 કરોડ મહિલા મતદારો છે. જ્યારે પાંચેય રાજ્યોના મળીને આ વખતે જે મતદારો પહેલીવાર મતદાન કરવાના છેકે, એટલેકે, ફર્સ્ટ વોટર છે જે નવા મતદારો છે તેની સંખ્યા 60.2 લાખ મતદાર છે.