Barauni Junction: ભારતનું રેલ નેટવર્ક 70,225 km ફેલાયેલું છે અને ટ્રેકની લંબાઈ  1,26,366 km છે. દેશમાં દરરોજ કરોડો લોકો ટ્રેનથી સફર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એક સ્ટેશન એવું છે જ્યાં માત્ર platform number 2 છે. દેશમાં એક એવું રેલવે સ્ટેશન છે જ્યાં નંબર 1 પ્લેટફોર્મ નથી. તો આવો તમને જણાવીએ આ અનોખા રેલવે સ્ટેશન વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા છે આ અનોખું રેલવે સ્ટેશન
આ અનોખુ રેલવે સ્ટેશન બિહારના બરૌની જિલ્લામાં છે. જ્યાં સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર એક નથી. આ બિહારના બેગુસરાય જિલ્લામાં સ્થિત બરૌની જંક્શન છે. અહીં પ્લેટફોર્મ નંબર એક નથી. અહીં જે પણ ટ્રેન આવે છે તે તેના પર આવે છે. હંમેશા પ્લેટફોર્મ નંબર 2 માટે એનાઉન્સમેન્ટ થાય છે. અહીં આવી ગમે તે કન્ફ્યૂઝ થઈ શકે છે. આ જંક્શન પર 9 પ્લેટફોર્મ છે. અહીં આવતી ટ્રેન 1થી 9 પ્લેટફોર્મ પર આવે છે. 


આ પણ વાંચોઃ મા એ મા... કોઈએ કહ્યું મોત બાદ સરકાર આપે છે વળતર તો મા એ દીકરાની ફી માટે આપઘાત કર્યો


તો ચાલો તેની પાછળનું કારણ
આ સ્ટેશનને અંગ્રેજોએ બનાવ્યું હતું. તે સમયે માત્ર એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેશન ખુબ ઓછી જમીન પર બનેલું હતું. પરંતુ સમયની સાથે જ્યારે વધુ પ્લેટફોર્મ બનાવવાની વાત આવી તો ત્યાં એટલી જમીન નહોતી કે રેલવે સ્ટેશનનો વિસ્તાર કરી શકાય. ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો કે આ સ્ટેશનથી થોડા આગળ જમીન પર જંક્શનનો વિસ્તાર કરવામાં આવે. તેથી જ્યાં પ્લેટફોર્મ નંબર એક છે તે જગ્યાથી 2 કિલોમીટર દૂર નવા જંક્શનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 


જૂના સ્ટેશન પર માત્ર માલગાડી ઉભી રહે છે
હવે નવા જંક્શન પર જે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા તે 2 નંબરથી લઈને 9 નંબર સુધી બનાવવામાં આવ્યા અને જૂના પ્લેટફોર્મ નંબર એકને માત્ર માલગાડી માટે છોડી દેવામાં આવ્યું. આ જંક્શન બાદમાં ન્યૂ બરૌની જંક્શન બનાવી દેવામાં આવ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube