Railway ની આ ટ્રેન ફાઇવ સ્ટાર હોટલનો કરાવે છે અહેસાસ, તેની લક્ઝરી જ નહીં ભાડું પણ છે હાઈફાઈ
Most Expensive Train: જો તમને ટ્રેનમાં મુસાફરી કરવી ગમે છે, તો તમે ટ્રેનમાં ફાઈવ-સ્ટારનો અનુભવ મેળવી શકો છો. દેશની સૌથી વધુ ભાડું અને સૌથી લક્ઝરી ટ્રેન વિશે જાણો અહીં...
India Most Expensive Train: ભારતીય રેલ્વે તેના મુસાફરો માટે ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. તમે પણ પેસેન્જરથી લઈને સુપરફાસ્ટ એક્સપ્રેસમાં બેઠા હશો, પરંતુ શું તમે ક્યારેય ભારતની સૌથી મોંઘી ટ્રેનમાં મુસાફરી કરી છે?
આજે અમે તમને ભારતીય રેલવેની વિશેષ ટ્રેન મહારાજા એક્સપ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમાં ઘણી એવી સુવિધાઓ છે, જે તેને દેશની સૌથી લક્ઝરી અને ફાઇવ સ્ટાર ટ્રેન બનાવે છે. તેમાં એટલી બધી સુવિધાઓ છે કે પ્રવાસ દરમિયાન મુસાફરોને રાજા-મહારાજા જેવી શાહી અનુભૂતિ થાય છે.
આ ટ્રેન વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ છે
મહારાજા એક્સપ્રેસમાં એકથી વધુ સુવિધાઓ છે. આ ટ્રેનનો પ્રેસિડેન્ટ સ્યૂટ ખૂબ જ ખાસ છે. યાત્રીઓ માટે ખાવા-પીવા માટે ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા છે. અહીં મુસાફરોને વર્લ્ડ ક્લાસ શાહી ભોજન પીરસવામાં આવે છે.
લાખો રૂપિયા ખર્ચવા પડે છે
આ ટ્રેન માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાની સૌથી મોંઘી લક્ઝરી ટ્રેન છે. આમાં, તમને ફાઇવ સ્ટાર હોટલની સેવા આપવામાં આવે છે. જો કે, મહારાજા એક્સપ્રેસમાં રોયલ ફીલ કરવા માટે તમારે તમારા ખિસ્સા ઘણાં ઢીલા કરવા પડશે, કારણ કે તેનું ભાડું હજારોમાં નહીં પણ લાખો રૂપિયામાં છે. જાણકારી અનુસાર આ ટ્રેનનું ભાડું 20 લાખ રૂપિયા છે. ચોંકી ગયાને કારણ કે આ રકમથી સામાન્ય માણસ ફ્લેટ બુક કરી શકે છે અથવા લક્ઝરી કાર ખરીદી શકે છે.
મહારાજા એક્સપ્રેસના આ પ્રવાસમાં એક સાથે 7 દિવસની મુસાફરી છે. આ 7 દિવસોમાં, મુસાફરોને ફાઇવ સ્ટાર સેવા સાથે તાજમહેલ, ખજુરાહો મંદિર, રણથંભોર, ફતેહપુર સીકરી અને વારાણસી થઈને દેશના મુખ્ય ઐતિહાસિક પ્રવાસન સ્થળોની મુલાકાત લેવામાં આવે છે.
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC આ ટ્રેનનું સંચાલન કરે છે. તેના દરેક કોચમાં લક્ઝરી બાથરૂમ અને બે માસ્ટર બેડરૂમ છે, જેથી તમે પરિવાર સાથે એક જ કોચમાં આરામથી મુસાફરી કરી શકો. દરેક કોચમાં એક મિની બાર બનાવવામાં આવ્યો છે. આ સિવાય લાઈવ ટીવી અને બહારનો નજારો જોવા માટે મોટી બારીઓ પણ છે. આ રીતે, IRCTC તેના મુસાફરોની દરેક સુવિધાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે.
આ પણ વાંચો:
INDIA ગઠબંધનને મોટો ઝટકો આપવાના છે આ દિગ્ગજ નેતા? PM મોદીનું કરશે સન્માન
અંબાલાલની વધુ એક આગાહી : ચોમાસાના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો, હવે આ જિલ્લાઓનો વારો
વક્રી શુક્ર 3 રાશિના લોકોને કરાવશે આર્થિક લાભ, 4 સપ્ટેમ્બર સુધી મળશે ભાગ્યનો સાથ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube