Railways New Rule For Passengers: જે લોકો વારંવાર ટ્રેનમાં મુસાફરી કરે છે તેમને રેલવે બોર્ડ દ્વારા સમયાંતરે બદલાતા નિયમો વિશે જાણવું ખુબ જરૂરી છે. ભૂતકાળમાં, રેલવે દ્વારા મુસાફરોને લાગુ પડતા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આમાંથી એક નિયમ ટ્રેનના સ્લીપર અને એસી કોચમાં સૂવા સાથે પણ સંબંધિત છે. એટલે કે રેલવેએ હવે ટ્રેનોમાં સૂવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ, રેલ્વે બોર્ડ અનુસાર, એક મુસાફરને વધુમાં વધુ નવ કલાક ઊંઘવાની છૂટ હતી. પરંતુ હવે આ સમય ઘટાડીને 8 કલાક કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિયમો અનુસાર, પહેલા મુસાફરો રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી એસી કોચ અને સ્લીપરમાં સૂઈ શકતા હતા. પરંતુ રેલવેના બદલાયેલા નિયમો અનુસાર હવે તમે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જ ઊંઘી શકશે. જો તમે આનાથી વધુ ઊંઘો છો તો તમારે રેલવે મેન્યુઅલ મુજબ દંડ ભરવો પડી શકે છે. આ ફેરફાર ફક્ત તે જ ટ્રેનોમાં લાગુ થશે જેમાં સૂવાની વ્યવસ્થા છે. આ ફેરફાર લાગુ કરવાનું કારણ મુસાફરોને યોગ્ય આરામ આપવાનું છે.



સમય 9 કલાકથી ઘટાડીને 8 કલાક કરવામાં આવ્યો છે
વાસ્તવમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો સમય ઊંઘ માટે સારો માનવામાં આવે છે. અગાઉ કેટલાક મુસાફરો 9 થી 6 વાગ્યાની વચ્ચે ડિનર લેતા હોવાથી અન્ય મુસાફરો પરેશાન થઈ જતા હતા. હવે રેલવેનું માનવું છે કે મુસાફરી કરી રહેલા મુસાફરોને રાત્રિના 10 વાગ્યા સુધી ડિનર મળશે અને તેઓ પોતાની બર્થ પર સૂઈ શકશે અને આરામથી મુસાફરી કરી શકશે. સમયમાં ફેરફારનું બીજું કારણ એ છે કે લોઅર બર્થ પરના મુસાફરો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા છે કે મિડલ બર્થના મુસાફરો ઝડપથી સૂઈ જાય છે. જેના કારણે નીચેની સીટ પર બેઠેલા મુસાફરને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


આવી ફરિયાદો અને સૂચનોને ધ્યાનમાં લીધા બાદ રેલવેએ ઊંઘવાનો સમય બદલ્યો છે. નવા નિયમ મુજબ મિડલ બર્થનો કોઈપણ મુસાફર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સૂઈ શકશે નહીં. આ પછી તેણે બર્થ ખાલી કરવી પડશે. જો તમે આ સમય પહેલા કે પછી કોઈ મુસાફરને સૂતો જોશો તો તમે તેની ફરિયાદ અધિકારીઓને કરી શકો છો. આ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુસાફર સામે કાર્યવાહી થઈ શકે છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વર્ષ 2017માં આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:
વડતાલ મંદિરમાં શરૂ થયો ભવ્ય હિંડોળા મહોત્સવ, મંદિરના 200 વર્ષના ઈતિહાસને રજૂ કરાયો
આ 3 રાશિના લોકો નવેમ્બર સુધી રહે સાવધાન, વક્રી શનિ વધારી શકે છે જીવનમાં સમસ્યાઓ

કયા દેશમાં થાય છે શ્વાનની પૂજા? નામ જાણશો તો આશ્ચર્યચકિત થશો, કારણ પણ જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube