CAA હિંસા: રેલવેને 80 કરોડનું નુકસાન, પ્રદર્શનકારીઓ પાસેથી વસુલ કરાશે રકમ
આ દરમિયાન ઘણા શહેરોમાં હિંસા પણ થઈ હતી. રેલવે બોર્ડના ચેરમેને પોતાના નિવેદનમાં કહ્યું કે, આ પ્રદર્શન દરમિયાન રેલવેને કુલ 80 કરોડનું નુકસાન થયું છે.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દેશના ઘણા ભાગમાં હજુ સુધી પ્રદર્શન જારી છે. થોડા દિવસથી દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, કોલકત્તાથી લઈને બેંગલુરૂ સુધી હજારોની સંખ્યામાં લોકો આ કાયદાના વિરોધમાં હતા. આ દરમિયાન ઘણા શહેરોમાં હિંસા પણ થઈ હતી. રેલવે બોર્ડના ચેરમેને પોતાના નિવેદનમાં કહ્યું કે, આ પ્રદર્શન દરમિયાન રેલવેને કુલ 80 કરોડનું નુકસાન થયું છે.
સોમવારે રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે કહ્યું કે, નાગરિકતા સંશોધન એક્ટની વિરુદ્ધ દેશભરમાં વિરોધથી રેલવેને જે નુકસાન થયું છે, તેની ભરપાઈ કરવામાં આવશે. આ તેની પાસેથી થશે, જે આ હિંસામાં સામેલ હતા. તેમણે કહ્યું કે, હિંસામાં સામેલ લોકોની તપાસ કરવામાં આવશે અને પછી તેની પાસે વસૂલી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દેશના ઘણા ભાગમાં CAAની વિરુદ્ધ જે વિરોધ પ્રદર્શન થયું, તેમાં કેટલાક રેલવે સ્ટેશનમાં આગ લગાવી દેવામાં આવી, તો કેટલિક જગ્યાએ રેલવેને રોકવામાં આવી અને સ્ટેશન પર ગુંડાગીરી કરવામાં આવી હતી. તેમાં આ નુકસાન થયું છે.
CM યોગી પર પ્રિયંકા ગાંધીનો હુમલો, દિનેશ શર્મા બોલ્યા- ભગવાનું મહત્વ સમજે ગાંધી પરિવાર
યૂપી સરકાર પણ કરી રહી છે વસૂલી
મહત્વનું છે કે પહેલા ઉત્તર પ્રદેશની સરકારે પણ આ રીત અપનાવી છે. યૂપીના સીએમ યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે જે લોકો હિંસામાં સામેલ હતા, તેની પાસે તોડફોડના પૈસા વસૂલ કરવામાં આવશે. યોગીની જાહેરાત બાદ યૂપી તંત્ર તરફથી ઘણા પ્રદર્શનકારીઓના ઘર પર નોટિસ પણ રવાના કરી દેવામાં આવી છે, એટલું જ નહીં પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કેટલિક દુકાનોને પણ સીલ કરી દેવામાં આવી છે.
નાગરિકતા સંશોધન એક્ટ, નેશનલ રજીસ્ટર ફોર સિટિઝનના વિરોધમાં જે હિંસા થઈ, તેમાં દેશભરમાં આશરે 25 લોકોના મોત થયા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube