મુસાફરો માટે ખુશખબર! રેલવે સેવાઓમાં મોદી સરકાર આપશે મોટી રાહત
Railways: ઈલેક્ટ્રિક વોટર હીટર, ઈલેક્ટ્રો થર્મિક હેર ડ્રેસિંગ મટીરિયલ, હેર ડ્રાયર, હેર કર્લર તેમજ હેન્ડ ડ્રાયર પર 9 ટકાના દરે જીએસટી વસૂલ થતો હતો. પરંતુ હવે તેને મુક્તિ અપાઈ છે.
- બેટરી ઓપરેટેડ કાર સર્વિસ પર પણ GST નહીં.
- પ્લેટફોર્મ ટિકિટ, રેસ્ટ-લોકર રૂમ પરનો 18 ટકા GST રદ
- વિવિધ રેલવે સેવાઓમાં લોકોને રાહત મળશે
Railways: બજેટ પહેલાં જ મુસાફરો માટે આવી મોટી ખુશખબરી! મોદી સરકારે લીધો મોટી નિર્ણય. તાજેતરમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણય મુજબ રેલવે દ્વારા અપાતી સેવા ઉપર વસૂલાતો 18 ટકા જીએસટી નાબૂદ કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મ ટીકિટ, રેસ્ટ રૂમ, કલોક રૂમ, બેટરી ઓપરેટેડ કાર સર્વિસ પર પણ જીએસટી નહીં લાગે.
સરકારે પરિપત્ર કરીને રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી પ્લેટફોર્મ ટીકિટ પેસેન્જરના વેઈટિંગ રૂમ, કલોક રૂમ સર્વિસ અથવા બેટરી ઓપરેટેડ કાર સર્વિસ ઉપર લેવામાં આવતી સર્વિસ ચાર્જ ઉપર જીએસટીમાંથી માફી જાહેર કરી છે. પેસેન્જરો રેલવે સ્ટેશન પર કેટલીક સેવાઓનો ઉપયોગ કરતા હોય છે. જેમાં પ્લેટફોર્મ ટીકિટ, વેઈટિંગ રૂમ, કલોક રૂમ તેમજ મુસાફરોને પ્લેટફોર્મ પર લાવવા
લઇ જવા માટે આપવામાં આવતી બેટરી કાર ઉપર જીએસટી લાગતો હતો. આમ રેલવેની આ સર્વિસ ઉપર લાગતો જીએસટીને દૂર કરીને રાહત આપી છે. મોટા રેલવે સ્ટેશનો ઉપર સિનિયર સિટીઝનો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરોને લાગતો 18 ટકાનો જીએસટીમાં માફી આપીને મુસાફરોને મોટી રાહત આપી છે.
ઉલ્લેખનીય છે કે, ઈલેક્ટ્રિક વોટર હીટર, ઈલેક્ટ્રો થર્મિક હેર ડ્રેસિંગ મટીરિયલ, હેર ડ્રાયર, હેર કર્લર તેમજ હેન્ડ ડ્રાયર પર 9 ટકાના દરે જીએસટી વસૂલ થતો હતો. પરંતુ હવે તેને મુક્તિ અપાઈ છે. સોલર કૂકર પરનો જીએસટી દર 9 ટકાથી ઘટાડી 6 ટકા કરાયો છે. જ્યારે કૃષિ, બાગાયત અને પોલટ્રી માટેની વિવિધ મશીનરી પરનો 6 ટકાનો જીએસટી દર હટાવી લેવામાં આવ્યો છે.