નવી દિલ્હી : દેશની પહેલી સેમી હાઇ-સ્પીડ ટ્રેન 18 (વંદે ભારત એક્સપ્રેસ)ને વડાપ્રધાન મોદીએ 15 ફેબ્રુઆરીએ લીલી ઝંડી દેખાડીને રવાના કરી હતી. ટ્રાયલ દરમિયાન અને અધિકારીક રીતે ચલાવવામાં આવ્યા બાદ અનેક વખત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમાં ટ્રેનમાં અધિકારીક રીતે ચલાવવામાં આવ્યા બાદ અનેક વખત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો. તેમાં ટ્રેનમાં ભારે નુકસાન તો થયું જ છે સાથે સાથે યાત્રીઓ પર પણ ખતરો પેદા થયો છે. હવે વંદેભારત એક્સપ્રેસ પર પથ્થરમારાથી બચાવવા માટે ભારતીય રેલવેએ ટ્રેનનાં બહારના હિસ્સા પર પણ કેમેરા લગાવી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંવિધાનને બચાવવા માટે અમે લડી રહ્યા છીએ: સોનિયા ગાંધી

પથ્થરમારાની ઘટનામાં ઘટાડાની આશા
રેલવેએ આ પગલાની  વધતી જતી ઘટનાઓને જોતા આ પગલું ઉઠાવ્યું છે. ફેબ્રુઆરીમાં ટ્રેનમાં કોમર્શિયલ રીતે ચાલુ થવા અંગે રેલવેએ ટ્રેન પર ચાર કેમેરા લગાવ્યા છે. 17 માર્ચે ટ્રેન પર થયેલા પથ્થરમારા બાદ ગાડીનાં 12 બારીઓને બદલવી પડી હતી. આરપીએફનાં ડાયરેક્ટર જનરલે જણાવ્યું કે 17 માર્ચનાં રોજ થયેલા પથ્થરમારાના આરોપીને કેમેરાની મદદથી પકડી લેવામાં આવ્યો. આરપીએફ એક અર્ધસૈનિક દળ છે જે રેલવેનાં યાત્રીઓની સુરક્ષા સાથે રેલવેની સંપત્તી પણ સુરક્ષા કરે છે. 

15 ફેબ્રુઆરીએ વડાપ્રધાને કર્યા રવાના
દિલ્હીથી વારાણસી વચ્ચે ચાલતી ટ્રેન 18ને 15 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી દેખાડીને રવાનાં કરી હતી. ત્યાર બાદ 22 ફેબ્રુઆરીનાં રોજ થયેલા પથ્થરમારામાં ડ્રાઇવરની મુખ્ય બારી સહિત અન્ય ખેલાડીઓને પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના યુપીના અછલ્દામાં સમાંતર લાઇન પર પસાર થતી ડિબ્રુગઢ રાજધાની એક ભરવાડ કચડાયા બાદ નારાજ લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો.