Interesting Facts of Indian Railways: તમે ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે, તેથી તમે તેના ઘણા નિયમોથી સારી રીતે વાકેફ હશો. પરંતુ શું તમે રેલવેના આવા 5 નિયમો વિશે જાણો છો, જેનું ઉલ્લંઘન કરવા પર તમારે ન માત્ર ભારે દંડ ભોગવવો પડશે પરંતુ જેલ પણ જવું પડી શકે છે. આજે અમે તમને આવા જ 4 નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેનની છત પર મુસાફરી કરવી
ભારતીય રેલ્વેના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ ટ્રેનની છત પર મુસાફરી કરતા પકડાય છે, તો તેને રેલ્વે એક્ટની કલમ 156 હેઠળ 3 મહિનાની જેલ અથવા 500 રૂપિયાનો દંડ થઈ શકે છે.


રેલ્વે ટિકિટની દલાલી
ભારતીય રેલ્વેના નિયમો અનુસાર કોઈ પણ વ્યક્તિ ટિકિટની દલાલી કરી શકે નહીં. જો કોઈ વ્યક્તિ આવું કરતા પકડાય છે તો રેલવે એક્ટની કલમ-143 હેઠળ તેને 10,000 રૂપિયાનો દંડ અથવા 3 વર્ષની જેલ થઈ શકે છે.



આ પણ વાંચો:
GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, 26 માર્ચે લેવાનારી આ પરીક્ષા મોકૂફ
હવે ઉત્તર-પૂર્વ ન તો દિલ્હીથી દૂર છે કે ન તો દિલથી, ચૂંટણી પરિણામો પર બોલ્યા PM મોદી
પૂર્વોત્તરમાં મોટી જીતે ભાજપને 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં આપ્યા આ જીતના 6 મંત્ર


રેલ્વે પરિસરમાં માલનું વેચાણ
દેશના કોઈપણ રેલવે પ્રિમાઈસીસમાં આગોતરી પરવાનગી વિના કોઈપણ માલ વેચી શકાય નહીં. જો આ ગુનામાં પકડાય તો આરોપીને રેલવે એક્ટની કલમ 144 હેઠળ 2 હજાર રૂપિયા સુધીનો દંડ અને 1 વર્ષની જેલ થઈ શકે છે.


ઉપલા વર્ગના ડબ્બામાં મુસાફરી
જો તમે તમારી પાસેની ટિકિટ કરતાં ઊંચા વર્ગના ડબ્બામાં મુસાફરી કરતા જોવા મળો, તો તમને રેલવે એક્ટની કલમ-138 હેઠળ સજા થઈ શકે છે. આ માટે, તમારા મહત્તમ અંતર સુધીનું ભાડું અને 250 રૂપિયાનો દંડ લઈ શકાય છે. આ દંડ ન ભરવા માટે તમને કસ્ટડીમાં પણ લઈ શકાય છે.



આ પણ વાંચો:
ગુજરાતમાં કોંગ્રેસ મહિલા નેતા દારૂના ધંધામાં મદમસ્ત, વિદેશી બ્રાન્ડ મંગાવતી અને પછી.
અસમથી અરૂણાચલ સુધી સાત વર્ષમાં ભાજપે પૂર્વોત્તરમાં બનાવ્યો દબદબો
ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ બનાવશે સરકાર, મેઘાલયમાં NPP સાથે કરશે ગઠબંધન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube