લાતુર : મરાઠાવાડના લાતુરમાં (Latur) 2016માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ત્યારે રેલવે મંત્રાલયે જળદુત નામની ટ્રેન લાતુર શહેરની મદદ માટે મોકલી હતી. તત્કાલીન રેલવે પ્રધાન સુરેશપ્રભુએ આ બિલ માફ કરી દીધું હતું. જો કે રેલમંત્રાલયે હવે 9.90 કરોડ રૂપિયાનું બિલ લાતુર નગર નિગમને મોકલી આપ્યું હતું. જો કે લાતુર નગર નિગમની આર્થિક સ્થિતી ચુકવણી કરવા લાયક નહોતી. રેલમંત્રાલય દ્વારા પહેલાથી જ બિલ માફ કરી દેવામાં આવ્યું હતું. જો કે હવે રેલવે મંત્રાલયે બિલ ફરીથીમોકલતા લાતુર નગર નિગમ પર આર્થિક સંકટ પેદા થઇ ચુક્યું છે. 
આ 100 વર્ષ જૂનું 'ઈશ્કિયા ગણેશ' મંદિર છે ગજબ, પ્રેમીઓનું કરાવે છે મિલન, જાણો કહાની
દુષ્કાળનાં કારણે મહારાષ્ટ્રના લાતુર શહેરમાં ત્રણ વર્ષ પહેલા પાણી મોકલવાની નોબત આવી હતી. કદાચ મહારાષ્ટ્રનું આ પહેલું શહેર હશે જ્યાં ટ્રેન દ્વારા પાણી પહોંચાડવું પડ્યું હોય. 2016માં સાંગલીનાં મિરજ શહેરથી ટ્રેનમાં પાણી લાવવામાં આવ્યું હતું. આ ટ્રેનમાં મિરજથી લાતુર 111 દિવસ સુધી લાતુરને પાણી પહોંચાડ્યું હતું. તે સમયે રેલવે પાણી ફિલ્ટર કરવા માટે લાતુર સિટીને પ્રતિ 200 લીટર પાણી ટેંકરના માધ્યમથી આપવામાં આવતું હતું. 12 એપ્રીલ, 2016ના રોજ આ ટ્રેન જલદુત ટ્રેન સેવા ચાલુ કરવામાં આવી હતી. 9 ઓગષ્ટ, 2016ના દિવસે અંતિમ ટ્રેન લાતુરને પાણી પહોંચાડવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરસેલ-મેક્સિસ ડીલ: CBI-ED કેસમાં પી ચિદમ્બરમ અને કાર્તિને મળ્યા આગોતરા જામીન 
અયોધ્યા કેસ LIVE: મૂર્તિઓને વિવાદિત સ્ટ્રક્ચરમાં રાખવામાં આવી હતી-મુસ્લિમ પક્ષના વકીલ
આ વર્ષે પણ દુષ્કાળની સ્થિતી ગંભીર છે. માત્ર 45 ટકા વરસાદ જ આ વર્ષે લાતુર શહેરમાં થયો છે. એવામાં આ વર્ષે પણ ટ્રેનથી પાણી પહોંચાડવાની સ્થિતી આવી શકે છે. રેલ વિભાગનાં 9.90 કરોડ રૂપિયાનાં મોકલાયેલા બિલથી લાતુર નગર નિગમનો પરસેવો છુટી રહ્યો છે. લાતુર નગર નિગમની આર્થિક સ્થિતી એવી નથી કે તે 9.90 કરોડ રૂપિયાની ચુકવણી કરી શકે છે.


પુત્રી ઈલ્તિજા શ્રીનગર જઈને માતા મહેબુબા મુફ્તીને મળી શકશે, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
લાતુર શહેરને મફત પાણી આપવાની વાત તત્કાલીન રેલમંત્રી સુરેશપ્રભુએ કરી હતી. તેમણે એવું ટ્વીટ પણ તે સમયે કર્યું હતું. પરંતુ હવે 9.90 કરોડ રૂપિયાનું બિલ રેલવિભાગ તરફથી ફટકારવામાં આવ્યા બાદ લાતુર નગર નિગમને પરસેવા છુટી રહ્યા છે. નિગમના અધિકારીઓનું કહેવું છે કે લાતુર નગર નિગમની સ્થિતી એટલી ગંભીર છે કે, તે રેલવેના બિલની ચુકવણી કરી શકે એમ નથી.