નવી દિલ્હી : ભારતીય રેલવે મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે સતત ધ્યાન આપી રહ્યું છે અને પોતાની સુવિધા અપડેટ કરી રહ્યું છે. ડિજીટલ ઈન્ડિયાના વધતા સમયમાં ગત અનેક એવા ઉદાહરણ સામે આવ્યા છે, જેમાં મુસાફરોએ મદદ માટે ટ્વિટ કરી તો તેમને એ મદદ પહોંચાડી છે. હાલમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રીએ ટ્રેનમાં સફર દરમિયાન ઓનલાઈન એફઆઈઆર નોંધવાની વાત કહી હતી. ગત દિવસોમાં એક મહિલા મુસાફરને સફર દરમિયાન પીરિયડ શરૂ થયા હતા. તે સમયે તેની પાસે સેનેટરી પેડ ન હતું, જેથી તે બહુ જ પરેશાન થઈ હતી. આ દરમિયાન તેની સાથે સફર કરી રહેલા તેના મિત્રએ ઈન્ડિયન રેલવે સેવાને ટ્વિટ કર્યું, તો રેલવે તરફથી મહિલા મુસાફરને સેનેટરી પેડ્સ ઉપલબ્ધ કરાવાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ધમધમશે મુંબઈના ડાન્સબાર, SCએ આપી મંજૂરી, પણ એક શરતે...


આખરે ઉકેલાયો મહાગઠબંધનનો ગૂંચવાડો, પશ્ચિમ યુપીની 23 સીટ SP-BSP-RLDએ વહેંચી લીધી


રેલવે તરફથી મદદ મળી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત ખબર અનુસાર, વિશાલે જણાવ્યું કે, રાત્રે 11 વાગીને 6 મિનીટે રેલવે અધિકારી મારી મિત્ર પાસે પહોંચ્યા હતા. તેમણે તેનો પીએનઆર નંબર અને મોબાઈલ નંબર લીધો. સાથે જ તેના માટે જરૂરી સામાન વિશે પણ વાતચીત કરી. તેના બાદ જ્યારે ટ્રેન 2 વાગ્યે અરસીકેરે સ્ટેશન પહોંચી તો મૈસૂર ડિવીઝનના અધિકારી તે સામાનની સાથે તૈયાર હતા, જેની તેને જરૂર હતી. અમે બધા રેલવેનો ક્વિક રિસ્પોન્સ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 


રામ રહીમને વધુ એક ગુનામાં આજે સજા મળશે, પંચકુલામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત


મેઘાલય ખાણ દુર્ઘટના : 36 દિવસ બાદ હાથ લાગ્યો એક મૃતદેહ