દિલ્હી-વારાણસી વચ્ચે દોડશે T-18 ટ્રેન, માત્ર 8 કલાકમાં પહોંચશે બનારસઃ રેલવેમંત્રી
અલાહાબાદમાં શરૂ થવા જઈ રહેલા કુંભ મેળાને ધ્યાનમાં રાખીને રેલવે આવતા અઠવાડિયે દિલ્હી અને વારાણસી વચ્ચે બહુ પ્રતિક્ષીત T-18 ટ્રેન શરૂ કરવાનું વિચારી રહી છે, વડા પ્રધાનનો સમય મળવાની રાહ જોવાઈ રહી છે
નવી દિલ્હીઃ રેલવે મંત્રી પિયુષ ગોયલે T-18 ટ્રેનને દિલ્હીથી વારાણસી વચ્ચે દોડાવાની પુષ્ટિ કરતા બુધવારે જણાવ્યું કે, આ ટ્રેનની મુસાફરી 8 કલાકની રહેશે અને તેની ઝડપ આ માર્ગ પર સૌથી ઝડપે દોડનારી ટ્રેન કરતાં દોઢ ગણી વધારે હશે. રેલવે મંત્રી પિયુષ ગોયલે બુધવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, "અમે ટ્રેનનું સફળ પરીક્ષણ કરી લીધું છે. પ્રાપ્ત સુચનોને ઝડપથી લાગુ કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ આ ટ્રેન રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ ટ્રેનને લીલી ઝંડી બતાવવા માટે અનુરોધ કર્યો છે. આ ટ્રેન માત્ર 8 કલાકામં દિલ્હીથી વારાણસી વચ્ચેનું અંતર કાપશે. અત્યાર સુધી આ બંને શહેર વચ્ચે સૌથી ઝડપે ચાલતી ટ્રેન 11.30 કલાકનો સમય લે છે."
દેના, વિજયા બેન્કના બેન્ક ઓફ બરોડામાં વિલયને મંજૂરી, કોઈ કર્મચારીની છટણી નહીં થાય
નવી દિલ્હી રેલવે સ્ટેશન પરટ્રેનનું નિરીક્ષણ કર્યા બાદ રેલવે મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, "આ ટ્રેનમાં વાઈ-ફાઈ, સીસીટીવી કેમેરાની સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ હશે અને તેમાં કોઈ એન્જિન નહીં હોય. આ એક ટ્રેનસેટ છે. તે મહત્તમ 160 કિમીની ઝડપે 750 કિમીનું અંતર કાપશે."
જોકે, પિયુષ ગોયલે ટ્રેનના પ્રથમ સંચાલનની ચોક્કસ તારીખ જણાવાનો ઈનકાર કર્યો હતો. તેમણે એટલું જ જણાવ્યું કે, આ ટ્રેનની સેવા વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવશે.
રાફેલ ડીલ મુદ્દે ફરીથી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા પ્રશાંત ભૂષણ, કહ્યું-'સરકારે ખોટી મહિતી આપી'
ઉલ્લેખનીય છે કે, છેલ્લા પરીક્ષણ દરમિયાન આ ટ્રેને 180 કિમી પ્રતિ કલાકની ઝડપની ગતિ પ્રાપ્ત કરી હતી અને એક નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. 18 જાન્યુઆરીના રોજ તેની પ્રથમ મુસાફરીની તૈયારી માટે ગયા શનિવારે વધુ એક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. રેલવેના અધિકારીએ જણાવ્યું કે, રેલવે એ ખાતરી કરી લેવા માગે છે કે આ ટ્રેનને ચલાવામાં કોઈ અડચણ ન રહે.